'અહીં ડ્રામા નહીં, ડીલીવરી જોઈએ, વિપક્ષ પોતાની હારમાંથી બહાર નીકળે' પીએમ મોદીની વિપક્ષને સ્પષ્ટતા, જુઓ વિડિયો
સંસદનું 19મી લોકસભાનું 6ઠ્ઠું સત્ર અને રાજ્યસભાનું 269મું સત્ર આજેથી શરૂ થઈ રહ્યું છે. બંને ગૃહો માટે આ સત્રમાં 15-15 બેઠકો યોજાશે. આ સત્રને લઇને વિરોધ પક્ષો SIR, આંતરિક સુરક્ષા અને શ્રમ સંહિતા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યા છે, જ્યારે સરકાર આ વખતે “વંદે માતરમ” પર ચર્ચા કરવા ઇચ્છે છે. વિશ્લેષકો અનુસાર આ શિયાળુ સત્ર રાજકીય રીતે તોફાની બની શકે છે. પરંતુ એ પહેલા પ્રધાનમંત્રીએ લોકોને સંબોધતા વિપક્ષો પર કટાક્ષો કર્યા હતા.
સત્ર શરૂ થતા પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંદેશમાં વિપક્ષને હેતુપૂર્ણ અને નિર્મળ ચર્ચા માટે આમંત્રિત કર્યા. PM મોદીએ કહ્યું કે ભારતે સાબિત કર્યું છે કે, લોકશાહી કાર્યક્ષમ છે અને સત્ર એક તક છે જેની મદદથી દેશના વિકાસના લક્ષ્યોને વધુ ઉર્જાવાન બનાવી શકાય. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે તેઓ હારની નિરાશામાંથી બહાર આવે. અને નકામના મુદ્દાઓમાં અટવાયા વિના મજબૂત મુદ્દાઓ લાવે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ સત્ર હારની હતાશા અથવા વિજયના ઘમંડનું મેદાન ન બનવું જોઈએ. નવી પેઢીના સભ્યોએ અનુભવનો લાભ લેવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ સત્ર ડ્રામા માટે નહીં, પરંતુ ડિલિવરી અને રાષ્ટ્રીય નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હોવો જોઈએ. કમનસીબે 1-2 પક્ષો તો એવા છે કે, તેઓ પરાજય પચાવી શકતા નથી. હું વિચારતો હતો કે બિહારના પરિણામોને આટલો સમય થઈ ગયો, તો હવે બધુ થાળે પડ્યું હશે. પરંતુ કાલે હું તેમની નિવેદન બાજી સાંભળતો હતો તેનાથી લાગે છે કે પરાજયે તેમને પરેશાન કરી રાખ્યા છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
સરકારે શિયાળુ સત્ર દરમિયાન કુલ 13 બિલ પર વિચાર માટે સૂચિબદ્ધ કર્યા છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, જો તમામ પક્ષો નીતિગત મુદ્દાઓ પર કેન્દ્રિત રહીને સકારાત્મક ચર્ચા કરે તો આ સત્ર દેશના વિકાસ માટે નવી દિશા દર્શાવી શકે છે. સરકારની આશા છે કે, સત્ર દરમિયાન રાષ્ટ્રીય નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત થશે અને સામાન્ય જનતા માટે અસરકારક પરિણામો સામે આવશે. સત્રમાં નાણાકીય સુરક્ષા, માળખાગત સુવિધાઓ અને શિક્ષણ સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp