‘તાત્કાલિક દેશમાંથી બહાર કાઢો, બાઈડેન વહીવટીતંત્ર..’, ટ્રમ્પે અમેરિકાની સુરક્ષાને લઈને કયો આદેશ આપી દીધો?
અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકનોએ દેશને બરબાદ કરનારી નીતિઓ અને કથિત ગોટાળાવાળી ચૂંટણીને ક્યારેય ભૂલવી ન જોઈએ. આપણે શક્ય તેટલી વહેલી તકે આપણા દેશમાંથી ખરાબ લોકોને બહાર કાઢવા પડશે. આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે બાઈડેન વહીવટીતંત્ર અને ગોટાળાવાળી ચૂંટણીએ અમેરિકા સાથે શું કર્યું. ‘MAKE AMERICA GREAT AGAIN!’
ટ્રમ્પ લાંબા સમયથી 2020ની ચૂંટણીને ગોટાળાવાળી ગણાવી રહ્યા છે અને તેની આંતરિક સુરક્ષા અને સરહદી નીતિઓ માટે બાઈડેન વહીવટીતંત્રની સતત ટીકા કરી રહ્યા છે. તેમના તાજેતરના નિવેદનને એક મોટા રાજકીય હુમલા તરીકે જોવામાં આવી રહ્યું છે, જે ફરી એકવાર સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ ઇમિગ્રેશન અને લો એન્ડ ઓર્ડરને તેમના પ્રાથમિક રાજકીય વિષયો તરીકે પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ગયા શુક્રવારે એક નવા નિવેદનમાં એક મોટો દાવો કરતાં કહેવામા આવ્યું હતું કે ઓટોપેન મશીનનો ઉપયોગ કરીને જો બાઈડેન દ્વારા સહી કરાયેલા તમામ સરકારી દસ્તાવેજો હવે અમાન્ય કરવામાં આવ્યા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે બાઈડેનના લગભગ 92% ઓર્ડર આ મશીનનો ઉપયોગ કરીને સહી કરવામાં આવ્યા હતા. ટ્રુથ સોશિયલ પર લખતા ટ્રમ્પે કહ્યું કે, ‘સ્લીપી જો બાઈડેન દ્વારા ઓટોપેનનો ઉપયોગ કરીને સહી કરાયેલા તમામ દસ્તાવેજો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. તેમની કોઈ કાનૂની અસર થશે નહીં. ઓટોપેન ફક્ત ત્યારે જ માન્ય છે જો રાષ્ટ્રપતિ તેને વ્યક્તિગત રીતે અધિકૃત કરે.’
તે જ દિવસે, ટ્રમ્પે ઇમિગ્રેશન પર વધુ એક કડક ઘોષણા કરી. તેમણે જણાવ્યું હતું કે ‘ત્રીજી દુનિયા’ દેશોમાંથી ઇમિગ્રેશન કાયમી ધોરણે બંધ કરવામાં આવશે, જેથી બાઈડેન વહીવટ દરમિયાન આવેલા લાખો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરી શકાય.
ટ્રમ્પે લખ્યું કે, ‘હું બધા ત્રીજી દુનિયાના દેશોમાંથી ઇમિગ્રેશન કાયમી ધોરણે બંધ કરી રહ્યો છું. આ અમેરિકન સિસ્ટમને ફરીથી સેટ કરવામાં, બાઈડેન વહીવટ હેઠળ થયેલા ગેરકાયદેસર પ્રવેશને સમાપ્ત કરવામાં અને અમેરિકાનો આદર ન કરતા લોકોને દૂર કરવામાં મદદ કરશે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp