સાઉથની આ જાણીતી અભિનેત્રીએ કર્યા ફિલ્મ ડિરેક્ટર સાથે બીજા લગ્ન, બહુ ચર્ચામાં રહ્યો હતો ડાયવોર્સ? જુઓ તસ્વીરો
સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ફિલ્મ ડિરેક્ટર રાજ નિદિમોરુ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગઇ છે. માહિતી અનુસાર, આ કપલે તમિલનાડુના કોઇમ્બતુર સ્થિત સદગુરુના ઈશા ફાઉન્ડેશનના લિંગા ભૈરવી મંદિરમાં પહેલી ડિસેમ્બરે સવારે લગ્નવિધિ સંપન્ન કરી હતી. આ માટે તેઓ પરિવારજનો સાથે રવિવારે સાંજે જ કોઇમ્બતુર પહોંચી ગયા હતા.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
આ કપલના સંબંધોની ચર્ચા વર્ષ 2024ની શરૂઆતથી ચાલી રહી હતી. સામંથાએ પોતાની ઇન્સ્ટાગ્રામ ફિડ પર રાજ નિદિમોરુને પાર્ટનર ગણાવીને તેમના સંબંધનો સંકેત આપ્યો હતો, પરંતુ તેમણે ક્યારેય જાહેરમાં આ સંબંધની પુષ્ટિ કરી નહોતી. સામંથા અને રાજ વેબ સિરીઝ ધ ફેમિલી મેન સિઝન 2 અને સિટાલડેલ: હની બન્નીમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય પણ કેટલાક પ્રોજેક્ટમાં તેઓ સાથે કામ કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ બંનેના આ બીજા લગ્ન છે. સામંથાએ અગાઉ નગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. જે વર્ષ 2017થી 2021 સુધી રહ્યા હતા અને બાદમાં તેઓએ છૂટાછેડા લીધા હતા. ત્યારે રાજ નિદિમોરુએ 2015માં શ્યામલી દે સાથે લગ્ન કર્યા હતા. જે વર્ષ 2022 સુધી સાથે હતા અને બાદમાં તેઓએ છૂટાછેડા લઈ લીધા હતા. ત્યાર પછી નગા ચૈતન્યે પણ ડિસેમ્બર 2024માં પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં શોભિતા ધુલિપલા સાથે લગ્ન કર્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp