કોંગ્રેસના મહિલા સાંસદે સંસદમાં પાલતું કુતરું લાવી નવો વિવાદ સર્જ્યો, કહ્યું - કરડશે નહીં, કરડવ

કોંગ્રેસના મહિલા સાંસદે સંસદમાં પાલતું કુતરું લાવી નવો વિવાદ સર્જ્યો, કહ્યું - કરડશે નહીં, કરડવાવાળા તો સંસદની અંદર..., જાણો હકીકત

12/01/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસના મહિલા સાંસદે સંસદમાં પાલતું કુતરું લાવી નવો વિવાદ સર્જ્યો, કહ્યું - કરડશે નહીં, કરડવ

સંસદમાં શિયાળા સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. જે માત્ર 19 દિવસનું રહેશે અને તેમાં 15 જ બેઠકો થશે. જેના કારણે સંસદનું આ સત્ર સૌથી ટૂંકું હોવાનો ઈતિહાસ બનાવશે. વિપક્ષના નેતાઓ સંસદ સત્રમાં SIR, આંતરિક સુરક્ષા અને લેબર કૉડ અંગે ચર્ચાની માંગ કરી રહ્યા છે. ત્યારે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી તેમના પાલતુ કૂતરાને ગાડીમાં લઈને સંસદ ભવન પહોંચતા એક મોટો વિવાદ ઊભો થયો હતો. જેથી ભાજપે તેમની સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી છે.


નવો વિવાદ

નવો વિવાદ

ત્યારે આ મામલે રેણુકા ચૌધરીએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, 'આમાં શું તકલીફ છે? મૂંગું જાનવર અંદર આવી ગયું તો શું તકલીફ છે, આ કરડવાવાળું નથી, કરડવાવાળા તો સંસદની અંદર બેઠા છે!' તેમના આ નિવેદનનો ભાજપના નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સાંસદના આ નિવેદન પર ભાજપના સાંસદ જગદંબિકા પાલે આકરી પ્રતિક્રિયા આપી આ સમગ્ર ઘટનાને લોકતંત્ર પર પ્રહાર અને સંસદનું અપમાન ગણાવતા રેણુકા ચૌધરી સામે કાર્યવાહીની માંગણી કરી હતી. જગદંબિકા પાલે ભારપૂર્વક જણાવ્યું કે, 'સંસદ એ દેશની નીતિઓ પર ચર્ચા કરવાનું સ્થળ છે, તેથી સાંસદોને મળેલા વિશેષાધિકારોનો દુરુપયોગ ન થવો જોઈએ. સંસદમાં પોતાના ડોગને લઈને આવ્યા ઉપરથી તેના પર જે પ્રકારનું નિવેદન આપી રહ્યા છે, તે દેશને શરમાવે છે.તેથી તેમની સામે કાર્યવાહી થવી જ જોઈએ.'


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


સરકાર પર પ્રહાર

ત્યારે રેણુકા ચૌધરીએ પણ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 'એક મહિનાનું સંસદ સત્ર ઘટાડીને પંદર દિવસનું શા માટે કરી દેવામાં આવ્યું?  તે શું સરકાર ગભરાઈ રહી છે કે ગૃહમાં અમે કયા મુદ્દા ઉઠાવીશું, જેના કારણે તમે એક મહિનાનું સત્ર ઘટાડીને માત્ર પંદર દિવસનું રાખ્યું છે? શું મુદ્દાઓ ઓછા હતા, કે આમ કરવું પડ્યું?'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top