તમામ દાવાઓને નકારી કાઢતા NDAએ જબરદસ્ત વિજય મેળવ્યો છે. બધા NDA પક્ષોના સ્ટ્રાઇક રેટને ધ્યાનમાં લેતા એવું કહી શકાય કે ગઠબંધનનો વિજય સરળ રહ્યો. જોકે, કેટલાક એવા મતવિસ્તાર હતા જ્યાં ઉમેદવારો વચ્ચે નજીકની સ્પર્ધા થઈ હતી. આમાંથી એક ભોજપુર જિલ્લાની સંદેશ બેઠક. JDUના ઉમેદવાર રાધા ચરણ શાહ માત્ર 27 મતોથી જીત્યા હતા.
સંદેશ વિધાનસભા બેઠક પર રાધા ચરણ શાહને RJDના દીપુ સિંહ કરતા માત્ર 27 વધુ મત મળ્યા હતા. શાહ JDU તરફથી વિધાન પરિષદના સભ્ય હતા. નજીકની સ્પર્ધામાં હારેલા દીપુ સિંહ વર્તમાન ધારાસભ્ય કિરણ યાદવ અને ભૂતપૂર્વ ધારાસભ્ય અરુણ યાદવના પુત્ર છે. દીપુ સિંહની ચૂંટણી બગાડવા માટે તેમના કાકા મુકેશ યાદવને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. યાદવે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને લગભગ 5,400 મત મેળવ્યા હતા.
કોંગ્રેસ અને RJDએ 4-4 વખત સંદેશ વિધાનસભા બેઠક જીતી છે. ભાજપે 2010માં પહેલીવાર આ બેઠક જીતી હતી, ત્યારબાદ સંજય ટાઇગર ધારાસભ્ય બન્યા હતા. આજ સુધી JDU આ બેઠક જીતી શકી નહોતી.
તો રામગઢ બેઠક પર બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવારને માત્ર 30 મતથી જીત મળી. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના મહેશ પાસવાને ભોજપુર જિલ્લાની આગિયાંન વિધાનસભા બેઠક જીતી. તેમણે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી)ના શિવ પ્રકાશ રંજનને હરાવ્યા. પાસવાન માત્ર 95 મતોથી જીત્યા.
2020ની વિધાનસભા ચૂંટણીમાં, CPI(ML)ના ઉમેદવાર શિવ પ્રકાશ રંજને 73,460 મતોથી જીત મેળવી હતી. તો JDUના ઉમેદવાર પ્રભુનાથ પ્રસાદને 43,625 મત મળ્યા હતા, જીતનું અંતર 29,835 મતોનું હતું.
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર રાહુલ કુમારે જેહાનાબાદ વિધાનસભા બેઠક જીતી. તેમણે JDUના ચંદેશ્વર કુમારને માત્ર 255 મતોથી હરાવ્યા. જેહાનાબાદ બેઠક હંમેશા જાતિ સમીકરણોથી પ્રભાવિત રહે છે. આ વિધાનસભા મતવિસ્તારમાં યાદવ જાતિની વસ્તી મોટી છે. જેનો ઝુકાવ RJD તરફ જોઈ શકાય છે.
2020ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, આ બેઠક પર RJDના સુદય યાદવે જીત મેળવી હતી. તેમને કુલ 75,030 મત મળ્યા હતા. આ દરમિયાન, JDUના ઉમેદવાર કૃષ્ણનંદન પ્રસાદ વર્માને 41,128 મત મળ્યા હતા. જીતનું માર્જિન 33902 મત હતું. આ આંકડા દર્શાવે છે કે આ બેઠક પર RJDની મજબૂત પક્કડ છે.
આ ઉપરાંત બલરામપુર બેઠક પરથી LJP (રામવિલાસ)ના ઉમેદવાર સંગીતા દેવીએ 389 મતોના માર્જિનથી જીત મેળવી. એજ રીતે બખ્તિયારપુર બેઠક પર LJP ઉમેદવાર અરુણ કુમારે 981 મતોથી જીત મેળવી.
RJD ઉમેદવાર કુમાર સર્વજીતે બોધગયા બેઠક પર 881 મતોથી જીત મેળવી.
કોંગ્રેસના ઉમેદવાર અભિષેક રંજને ચનપટિયા બેઠક પર 602 મતોથી જીત મેળવી.
RJD ઉમેદવાર ફૈઝલ રહેમાને ઢાકા બેઠક પર 178 મતોથી જીત મેળવી
કોંગ્રેસના ઉમેદવાર મનોજ વિશ્વાસે બિહારની ફોર્બ્સગંજ બેઠક પર 221 મતોથી જીત મેળવી. આ ઉપરાંત, જહાનાબાદ બેઠક પરથી RJDના ઉમેદવાર રાહુલ કુમારે 793 મતથી જીત મેળવી. નબીનગર બેઠક પણ JDUના ઉમેદવાર ચેતન આનંદે 112 મતથી જીત મેળવી.