રેપિડો ડ્રાઈવરના બેંક ખાતામાં થયા 331 કરોડના વ્યવહારો, સામે આવ્યું કોંગ્રેસના આ યુવા નેતાનું ના

રેપિડો ડ્રાઈવરના બેંક ખાતામાં થયા 331 કરોડના વ્યવહારો, સામે આવ્યું કોંગ્રેસના આ યુવા નેતાનું નામ, જાણો સમગ્ર મામલો

12/01/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રેપિડો ડ્રાઈવરના બેંક ખાતામાં થયા 331 કરોડના વ્યવહારો, સામે આવ્યું કોંગ્રેસના આ યુવા નેતાનું ના

તાજેતરમાં જ એક રેપિડો ડ્રાઈવરના બેંક ખાતામાં અચાનક 331 કરોડ રૂપિયા જમા થયા હતા. અને ત્યારબાદ આ પૈસા ઉદયપુરમાં યોજાયેલા શાહી લગ્નની ચુકવણી માટે વપરવામાં આવ્યા હોવાનો દાવો સામે આવ્યો છે. આ અંગે વધુ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નવેમ્બર 2024માં તાજ અરાવલી રિસોર્ટમાં યોજાયેલા આ લગ્ન આદિત્ય ઝુલાના હતા. તેઓ પૂર્વ મંત્રી ખોડીદાન ઝુલાના પૌત્ર અને હાલ યુવા કોંગ્રેસમાં મહામંત્રી તરીકે કાર્યરત છે.


મોટો ખેલ થયો

મોટો ખેલ થયો

ગુજરાત કોંગ્રેસના યુવા નેતા આદિત્ય ઝુલા ઈડીની તપાસના રડારમાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ઇડીની તપાસ મુજબ, રેપિડો ડ્રાઈવરના ખાતામાં આવેલી આ રકમ ગેરકાયદેસર સ્ત્રોતમાંથી આવી હોઈ શકે. 19 ઑગસ્ટ 2024ના રોજ ડ્રાઈવરનાં ખાતામાં 331 કરોડ જમા થયા હતા. ડ્રાઈવરે ઇડીને જણાવ્યું કે, તેને આ રકમ વિશે કોઈ જાણ નહોતી. અને આદિત્ય ઝુલા અથવા તેમના પરિવાર સાથે તેનો કોઈ સંબંધ નથી. ચર્ચા એવી પણ છે કે, ડ્રાઈવરે અજાણતાં પોતાના બેંક ખાતાનું સંપૂર્ણ ઍક્સેસ કોઈને આપી દીધું હતું. જેમાં આ મોટો ખેલ થયો.

ઈડીને તેની તપાસમાં મની ટ્રેલ શોધતી વખતે કેટલાક ડિજિટલ ચુકવણીના પાથ 1xBet નેટવર્ક અને અન્ય શંકાસ્પદ ચેનલો સાથે જોડાયેલા મળ્યા છે. આ પૈસાને રિસોર્ટ, ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ અને અન્ય લગ્ન સંબંધિત ખર્ચમાં વાપરવામાં આવ્યા છે. ઇડી આ સમગ્ર મામલે નાણાકીય લેયરિંગ અને હવાલા જેવા ગેરવ્યવહારની સંભાવનાઓ પણ તપાસી રહી છે.


રાજકીય ખળભળાટ

રાજકીય ખળભળાટ

આ તપાસમાં મોટા નેતાનું નામ સામે આવતાં આ કેસે રાજકીય પરિસ્થિતિમાં ભારે ઉથલપાથલ મચાવી છે. જેણે લઈને આદિત્ય ઝુલાની ED દ્વારા પૂછપરછ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, ડ્રાઈવર પાસેથી પણ સતત પૂછપરછ ચાલી રહી છે. આખા મામલામાં મોટું માથું બહાર આવતાં મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે અંતિમ સત્ય બહાર આવે તે માટે તપાસ પૂર્ણ થવાની રાહ જોવી પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top