યુક્રેનને યુરોપિયન સંઘમાં સમાવવાની અરજી મંજૂર! ચીન અને જર્મનીની કડક ચેતવણીઓ! હવે સામસામી તલવારો

યુક્રેનને યુરોપિયન સંઘમાં સમાવવાની અરજી મંજૂર! ચીન અને જર્મનીની કડક ચેતવણીઓ! હવે સામસામી તલવારો તણાશે?!

03/01/2022 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

યુક્રેનને યુરોપિયન સંઘમાં સમાવવાની અરજી મંજૂર! ચીન અને જર્મનીની કડક ચેતવણીઓ! હવે સામસામી તલવારો

Russia Ukraine war updates : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આજે છઠ્ઠા દિવસે ભયંકર તબક્કે પહોંચી ચૂક્યું છે. ગમે તે ઘડીએ બીજા મોટા દેશો આ યુદ્ધમાં કૂદી પડે અને મહાયુદ્ધ છેડાઈ જાય એવી આશંકા સેવાઈ રહી છે. આ બધા વચ્ચે જે રીતે એક પછી એક આંતરરાષ્ટ્રીય નેતાઓના બયાનો આવી રહ્યા છે, એનાથી પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. એક તરફ યુક્રેનની રાજધાની કિવમાં રશિયાના સંભવિત હવાઈ હુમલાઓ સામે લોકોને ચેતવણી આપવા માટે લગાતાર સાઈરન ગુંજી રહી છે, ત્યાં બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આજે યુરોપિયન યુનિયન ખાતે વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરીને રશિયાને ‘ત્રાસવાદી’ દેશ જાહેર કરવાની માગણી કરી છે. એ સાથે ચીન પણ આ વિવાદમાં કૂદી પડ્યું છે, અને તાઈવાન મામલે અમેરિકાને કડક ચેતવણી આપી છે!


ઝેલેન્સકીએ યુરોપના દેશોને કહ્યું, “તમારી જાતને સાબિત કરો”

ઝેલેન્સકીએ યુરોપના દેશોને કહ્યું, “તમારી જાતને સાબિત કરો”

ઝેલેન્સ્કીએ આજે વિડીયો કોન્ફરન્સ મારફતે યુરોપિયન યુનિયનના વિશેષ સેશનમાં સંબોધન કર્યું હતું. પોતાના પ્રવચન દરમિયાન ઝેલેન્સકીએ જણાવ્યું કે, “અમે અમારી ભૂમિ અને અમારી સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ. રશિયન સેનાએ અમારા તમામ શહેરોને ઘેરી લીધા છે, છતાં અમારી વળતી લડત ચાલુ છે. મૂલ્યો અને સ્વતંત્રતા દાવ પર લાગી ચૂક્યા છે.” આ ઉપરાંત ઝેલેન્સ્કીએ માગણી કરી હતી કે રશિયાને ‘આતંકવાદી રાષ્ટ્ર’ ઘોષિત કરવાનો સમય આવી ગયો છે.


યુક્રેનને EU નું મેમ્બર બનાવવાની માગણી મંજૂર

યુક્રેનને EU નું મેમ્બર બનાવવાની માગણી મંજૂર

ઝેલેન્સ્કીનું ચોટદાર ભાષણ વિશ્વના નેતાઓને સ્પર્શી ગયું હતું. ઝેલેન્સ્કીએ યુરોપના દેશોને અપીલ કરી હતી કે આ સમય તમારી જાતને સાબિત કરવાનો છે. (Proov yourself) તમે બધા યુક્રેનની સાથે ઉભા છો, એ વાત સાબિત કરવાનો સમય આવી ચૂક્યો છે. ઝેલેન્સ્કીએ આ સાથે જ યુક્રેનને યુરોપિયન યુનિયન EU નું સભ્ય બનાવવા માટે માગણી ઉઠાવી હતી. આ માગણી અગાઉ પણ કરવામાં આવી હતી. પણ યુક્રેનની શાસન વ્યવસ્થા અને બીજા કેટલાક માપદંડો સ્થાપિત થવામાં એકાદ દાયકા જેટલો સમય લાગે એમ હતો, એટલે એ સમયે આ માગણી મંજૂર કરાઈ નહોતી. પરંતુ હાલના સંજોગોમાં આ માગણી તાબડતોબ મંજૂર કરી લેવામાં આવી છે. યુક્રેનને EU નું સભ્યપદ મળે છે કે નહિ, એ આજે રાત્રે થનારા મતદાન પછી નક્કી થશે.


જર્મનીએ પુતિનને ચેતવણી આપી

જર્મનીએ પુતિનને ચેતવણી આપી

જર્મની પણ હવે ખૂલીને સામે આવ્યું છે. આજે જર્મનીએ રશિયાને ચેતવણી આપતા કહ્યું કે બનતી ઝડપે રશિયન સેનાઓને યુક્રેનની બહાર કાઢો. સ્વાભાવિક રીતે જ રશિયા આ ચેતવણીને કાને ધારે એમ નથી. રશિયન સેના આજે ઓલરેડી વેક્યુમ બોમ્બનો વપરાશ કરી ચૂકી છે. એમાં આજે રાત્રે યુક્રેન ઉપર વધુ ઘાતક હુમલાઓ થઇ શકે છે.


રશિયાને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સમિતિમાંથી હટાવવાની શક્યતા?!

રશિયાને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સમિતિમાંથી હટાવવાની શક્યતા?!

યુરોપિયન યુનિયને આજે કહ્યું છે કે યુક્રેન ઉપર હુમલો એ સમગ્ર યુરોપ સામેનો ખતરો છે. EU ના આ સ્ટેટમેન્ટ બાદ એવી શંકા સેવાઈ રહી છે કે રશિયાને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સમિતિમાંથી બહાર કાઢવામાં આવે. બની શકે કે રશિયાને ‘આતંકવાદી દેશ’ પણ જાહેર કરવામાં આવે.

આ તમામ સંભાવનાઓ સામે રશિયાએ એવું વલણ દાખવ્યું છે, કે જાણે એને યુરોપના દેશોની કશી પડી જ નથી. રશિયન આર્મીએ પોતાના હુમલાઓ ચાલુ રાખ્યા છે. આ લખાય છે ત્યારે રહેણાક વિસ્તારો પર રશિયન મિસાઈલ ખાબક્યું હોવાના સમાચાર પણ આવી રહ્યા છે. યુદ્ધને લગતા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ રહેણાક વિસ્તારો પર હુમલા કરી શકાતા નથી.


‘ડ્રેગને આગ ઓકી’ : અમેરિકાને કહ્યું તાઈવાન મામલે દખલ કરશો નહિ!

‘ડ્રેગને આગ ઓકી’ : અમેરિકાને કહ્યું તાઈવાન મામલે દખલ કરશો નહિ!

આ બધા વચ્ચે ચીન પણ તાઇવાન ઉપર હુમલો કરવા વિચારી રહ્યું હોવાનું જણાય છે. ચીને આજે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું હતું કે તે તાઈવાન મામલે સહેજ પણ ડખલ અંદાજી સહન કરશે નહિ!

આ બધી ઘટમાળ જોતા એવું જણાય છે કે વધુને વધુ દેશો સંઘર્ષમાં ઉતરી રહ્યા છે, અને વિશ્વ ધીમે ધીમે મહાયુદ્ધ તરફ ઘસડાઈ રહ્યું છે!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top