અવળી ગંગા? યુક્રેન દ્વારા રશિયાની રાજધાની મોસ્કો પર મોટો ડ્રોન હુમલો! અનેક રશિયન વિસ્તારો પર યુ

અવળી ગંગા? યુક્રેન દ્વારા રશિયાની રાજધાની મોસ્કો પર મોટો ડ્રોન હુમલો! અનેક રશિયન વિસ્તારો પર યુક્રેનનો કબજો!

08/21/2024 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

અવળી ગંગા? યુક્રેન દ્વારા રશિયાની રાજધાની મોસ્કો પર મોટો ડ્રોન હુમલો! અનેક રશિયન વિસ્તારો પર યુ

Ukraine Russia War: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. યૂક્રેનની સેનાએ રશિયાના ઘણા વિસ્તારો પણ કબજે કર્યા છે. હવે સમાચાર આવ્યા છે કે યૂક્રેને રશિયાની રાજધાની મૉસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. બુધવારે યૂક્રેનથી મૉસ્કો પર અનેક ડ્રૉન છોડવામાં આવ્યા હતા. જો કે, રશિયન સેનાએ તેને તોડી પાડ્યા હતા. રશિયન સેનાએ કહ્યું કે સેનાએ યૂક્રેનના 11 ડ્રૉન તોડી પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2022 માં યૂક્રેનમાં યુદ્ધ શરૂ થયા પછી રાજધાની પર આ સૌથી મોટો ડ્રૉન હુમલો હતો.


'અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો'

'અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો'

તાજેતરમાં યુદ્ધ મોરચેથી આવી રહેલા રિપોર્ટ્સ અનુસાર રશિયા અનેક વિસ્તારોમાંથી પોતાનું પ્રભુત્વ ગુમાવી રહ્યું છે. યુક્રેનની ટેન્કસ અનેક વિસ્તારોમાં કૂચ કરતી હોય, એવા વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. એઆમાં આ ગંભીર ડ્રોન હુમલાના સમાચારો પણ આવી રહ્યા છે. રૉઇટર્સના અહેવાલ મુજબ, મૉસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે પોડોલ્સ્ક શહેરની ઉપર કેટલાક ડ્રૉનનો નાશ કરવામાં આવ્યો હતો. મોસ્કો ક્ષેત્રમાં આવેલું આ શહેર ક્રેમલિનથી લગભગ 38 કિલોમીટર દક્ષિણમાં છે. સોબ્યાનિને બુધવારે વહેલી સવારે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ડ્રૉનનો ઉપયોગ કરીને મોસ્કો પર હુમલો કરવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રયાસ છે. સોબ્યાનિને જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, હુમલા પછી કોઈ ઇજાઓ અથવા નુકસાનના અહેવાલો નથી. રશિયાના દક્ષિણ-પશ્ચિમમાં બ્રાયનસ્કમાં થયેલા હુમલા બાદ કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.


રશિયા જોરદાર વળતા હુમલાની તૈયારીમાં?

રશિયા જોરદાર વળતા હુમલાની તૈયારીમાં?

રશિયાની રાજ્ય સમાચાર એજન્સી આરઆઈએએ જણાવ્યું હતું કે ઉત્તરમાં મૉસ્કો ક્ષેત્રની સરહદે આવેલા તુલા ક્ષેત્રમાં બે ડ્રૉનનો નાશ કરવામાં આવ્યો હતો. રશિયાના દક્ષિણપશ્ચિમમાં રૉસ્ટોવ ક્ષેત્રના ગવર્નર વેસિલી ગોલુબેવે જણાવ્યું હતું કે હવાઈ સંરક્ષણ દળોએ યૂક્રેનિયન મિસાઈલને પણ નષ્ટ કરી હતી, જેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. યૂક્રેનની સૈન્યએ બુધવારે કહ્યું કે તેણે રોસ્ટોવ ક્ષેત્રમાં રાત્રે S-300 એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ પર હુમલો કર્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top