પત્નીના વિયોગમાં એક પિતાનો પાંચ બાળકો સાથે આત્મહત્યાનો પ્રયાસ! પરંતુ છ વર્ષના દીકરાએ સમજદારી વા

પત્નીના વિયોગમાં એક પિતાનો પાંચ બાળકો સાથે આત્મહત્યાનો પ્રયાસ! પરંતુ છ વર્ષના દીકરાએ સમજદારી વાપરતા..., જાણો ચોંકાવનારો મામલો

12/15/2025 National

SidhiKhabar

SidhiKhabar

પત્નીના વિયોગમાં એક પિતાનો પાંચ બાળકો સાથે આત્મહત્યાનો પ્રયાસ! પરંતુ છ વર્ષના દીકરાએ સમજદારી વા

બિહારના એક સકરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માનસિક તણાવમાં આવી એક પિતાએ પોતાના પાંચ બાળકો સાથે ફાંસી લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઘટનામાં પિતા સહિત ત્રણ દીકરીઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે બે દીકરાઓનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.


બે પુત્રોનો ચમત્કારિક બચાવ

બે પુત્રોનો ચમત્કારિક બચાવ

આત્મહત્યા કરનાર પિતાની ઓળખ અમરનાથ રામ(40) તરીકે થઈ છે. જ્યારે મૃતક દીકરીઓમાં રાધા કુમારી(11), રાધિકા(9) અને શિવાની(7)નો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર, આ વર્ષે જ જાન્યુઆરીમાં અમરનાથ રામની પત્નીનું અવસાન થયું હતું. અને પત્નીના મૃત્યુ બાદથી તે એકલા હાથે પાંચ બાળકોનું પાલનપોષણ કરી રહ્યા હતા માનસિક તણાવમાં હતા અને માનસિક તણાવમાં હતા. ગામ લોકોના કહેવા મુજબ, પત્નીના અવસાન પછી અમરનાથ કામ પર નિયમિત જતો ન હતો. માત્ર જે થોડું ઘણું રાશન મળતું તેનાથી પરિવારનો ગુજારો ચાલતો હતો. મોટી દીકરી ઘરના કામ અને રસોઈની જવાબદારી સંભાળતી હતી.

પરિજનો અને ગ્રામજનોના કહેવા અનુસાર, સોમવારની વહેલી સવારે અમરનાથ રામે તેમની પત્નીની સાડીમાંથી ફંદો બનાવીને તેમની ત્રણેય દીકરીઓ અને બે પુત્રોના ગળામાં બાંધ્યો. ત્યારબાદ સાડીને છત સાથે બાંધીને બધા બાળકોને ટ્રંક પરથી કૂદવાનું કહ્યું હતું. અને પિતાના કહેવા પર ત્રણેય દીકરીઓ કૂદી પડી, જેનાથી તેમનું શ્વાસ રૂંધાવાને કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરંતુ અહીં છ વર્ષના શિવમ કુમારે ગળું દબાતાં પોતાની સમજદારી વાપરીને ફંદો ઢીલો કરી દીધો અને પોતાના નાના ભાઈ ચંદન(4)ના ગળામાંથી પણ ફંદો ખોલી નાખ્યો હતો. અને બંને બાળકોએ કોઈક રીતે ઘરમાંથી બહાર નીકળીને બૂમરાણ મચાવતા ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.


પોલીસની કાર્યવાહી

આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સકરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એક જ પરિવારમાં ચાર લોકોના મૃત્યુથી આખા ગામમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે પોલીસ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top