આજથી PM મોદી ત્રણ દેશોના પ્રવાસે, પહેલી વાર જશે આ દેશની મુલાકાતે; સંપૂર્ણ શેડ્યૂલ આવ્યું સામે
PM નરેન્દ્ર મોદી આજથી 15 ડિસેમ્બરથી 3 દેશોના પ્રવાસ પર રહેશે. તેઓ કુલ 4 દિવસમાં 3 દેશોની યાત્રા કરશે. આ દરમિયાન, તેઓ જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની રાજકીય યાત્રા પર રહેશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત બનાવવા અને વેપાર, સંરક્ષણ અને પ્રાદેશિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે.
PM મોદીની મુલાકાત આજથી શરૂ થઈ રહી છે. 15-16 ડિસેમ્બરે, PM મોદી જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. 16-17 ડિસેમ્બરે PM મોદી ઇથોપિયાની યાત્રા પર હશે અને અંતિમ તબક્કામાં તેઓ 17-18 ડિસેમ્બરે ઓમાનની સલ્તનતની મુલાકાત લેશે.
જોર્ડનના રાજા સાથે PM મોદીની મુલાકાત
PM મોદી તેમની યાત્રા દરમિયાન જોર્ડનની પણ મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયના એક નિવેદન અનુસાર, PM મોદીની જોર્ડનની યાત્રા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે. તે ભારત અને જોર્ડન વચ્ચે આર્થિક સહયોગ વધારશે અને ક્ષેત્રમાં શાંતિને પ્રોત્સાહન આપશે. આ દરમિયાન, PM મોદી અને જોર્ડનના રાજાની મુલાકાત પણ થશે.
PM પહેલી વાર ઇથોપિયાની યાત્રાએ
PM મોદી 16 ડિસેમ્બરે ઇથોપિયા જવા રવાના થશે. પૂર્વ આફ્રિકન દેશ ઇથોપિયાની PM મોદીની આ પહેલી યાત્રા હશે. આ મુલાકાત દરમિયાન, PM મોદી અદીસ અબાબામાં ઇથોપિયાના વડાપ્રધાન અબીય અહમદ અલી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
PM ઓમાનની યાત્રા પણ કરશે
ઇથોપિયા બાદ PM મોદી 17 ડિસેમ્બરે ઓમાન જશે. ઓમાનની સલ્તનતની તેમની મુલાકાત દરમિયાન, PM મોદી સુલતાન હૈથમ બિન તારિકને મળશે. ભારત અને ઓમાનના દ્વિપક્ષીય સંબંધોના 70 વર્ષ પૂર્ણ થયા છે, જેના ઉપલક્ષ્યમાં PM મોદીએ ઓમાન જવાનું નક્કી કર્યું છે. 2023 બાદ PM મોદીની આ બીજી ઓમાનની મુલાકાત હશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp