કોણ છે નિતિન નબીન, જેમને BJPના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા?

કોણ છે નિતિન નબીન, જેમને BJPના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા?

12/15/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કોણ છે નિતિન નબીન, જેમને BJPના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા?

ભારતીય જનતા પાર્ટી (BJP)એ એક મોટો સંગઠનાત્મક ફેરફાર કર્યો છે, જેમાં બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બિહારમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી તરીકે અગાઉ સેવા આપી ચૂકેલા નીતિન નબીનને રાષ્ટ્રીય સ્તરે આ નવી જવાબદારી સોંપવામાં આવી છે. પટનાના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય નીતિન નબીન હાલમાં બિહાર સરકારમાં મંત્રી છે. તેઓ ભાજપના એક યુવા અને તેઓ તેજ નેતા નેતા તરીકે જાણીતા છે.


નીતિન નબીન કોણ છે?

નીતિન નબીન કોણ છે?

નીતિન નબીનનો જન્મ 23 મે 1980ના રોજ પટનામાં થયો હતો. તેમના પિતા નબીન કિશોર પ્રસાદ સિંહા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને જે.પી. ચળવળ સાથે સંકળાયેલા હતા. તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાંથી એક હતા. તેમના પિતાના અવસાન બાદ, નીતિન નબીન રાજકારણમાં પ્રવેશ્યા. તેમણે ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ અને રાષ્ટ્રીય મહાસચિવ જેવા પદો પણ સંભાળ્યા છે. નીતિન નબીન 2006માં પોતાની પહેલી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ 2010, 2015 અને 2020માં વિધાનસભામાં ચૂંટાયા હતા. 2020ની ચૂંટણીમાં, તેમણે કોંગ્રેસના ઉમેદવાર લવ સિન્હાને હરાવ્યા હતા. નીતિન નબીન 2025ની વિધાનસભા ચૂંટણીમાં સતત પાંચમી વખત બાંકીપુર વિધાનસભા બેઠક પણ જીતી હતી.

હાલમાં નીતિન નબીન બિહાર સરકારમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી છે. તેમણે અગાઉ જાહેર બાંધકામ (PWD) મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે પક્ષમાં પણ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. તેમણે ઘણા ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ભાજપના પ્રભારી અને નિરીક્ષક તરીકે સેવા આપી છે, જેમાં સિક્કિમમાં તેમના કાર્યની ખાસ પ્રશંસા કરવામાં આવી છે. હવે, ભાજપ હાઇકમાન્ડે તેમને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે, જેનાથી તેમની જવાબદારીઓમાં વધુ વધારો થયો છે. આ વખતે ભાજપ હાઇકમાન્ડે આ તક એક યુવાન ચહેરાને આપી છે. નીતિન નબીન ભાજપના સૌથી યુવા કાર્યકારી પ્રમુખોમાંથી એક છે. તેઓ યુવાન છે અને તેમની પાસે શાસન, લોકો માટે કામ કરવા અને સંગઠન માટે કામ કરવાનો બહોળો અનુભવ છે.


કાયસ્થ સમુદાય અને સામાજિક સંતુલનના સંકેત

કાયસ્થ સમુદાય અને સામાજિક સંતુલનના સંકેત

નીતિન નબીને 2025ની વિધાનસભા ચૂંટણી માટે પોતાની સંપત્તિ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની ઉંમર 45 વર્ષ છે અને 12મું ધોરણ પાસ છે. તેમની સામે 5 ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમની પાસે 1.6 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 1.5 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. એવામાં તેમની પાસે કુલ સંપત્તિ 3.1 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ ઉપરાંત તેમની વ્યક્તિગત આવક 3.7 લાખ રૂપિયા છે. તેમનું 56.7 લાખ રૂપિયાનું દેવું છે.

નીતિન નબીન કાયસ્થ સમુદાયના છે, જે બિહારમાં વસ્તીના આશરે 0.60 ટકા હિસ્સો ધરાવે છે. તેમની સંખ્યા ઓછી હોવા છતા આ સમુદાય ભાજપનો વિશ્વસનીય અને મુખ્ય મતદાતા રહ્યો છે. તેમને રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરીને ભાજપે માત્ર સંગઠનાત્મક શક્તિનો સંદેશ જ નહીં પરંતુ સામાજિક પ્રતિનિધિત્વ અને સંતુલનનો સ્પષ્ટ સંકેત પણ આપ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top