રશિયા પર યુક્રેને કર્યો જોરદાર ડ્રોન હુમલો, 9/11 જેવા હુમલાથી હચમચી ઉઠ્યો પુતિનનો દેશ
રશિયાના સરાતોવમાં 38 માળના વોલ્ગા સ્કાય રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં યુક્રેનનો એક ડ્રોન ટકરાઇ ગયો, જે શહેરની સૌથી ઊંચી ઇમારત છે. જેના કારણે ત્યાં ખળભળાટ મચી ગયો હતો. એ સિવાય આ બાબતથી વાકેફ યુક્રેની અધિકારીના જણાવ્યા અનુસાર, યુક્રેને દાવો કર્યો કે તેણે શુક્રવારે સવારે તેણે મોરોવોસ્ક એર બેઝ પર હુમલો કરીને 6 રશિયન ફાઇટર બોમ્બર્સને નષ્ટ કરી દીધા, જે ફ્રન્ટલાઇનથી લગભગ 350 કિલોમીટર દૂર સ્થિત છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે ટેલિગ્રામ પર જણાવ્યું કે યુક્રેને રશિયાના રોસ્તોવ, સરાતોવ, કુર્સ્ક અને બેલગોરોડ વિસ્તારોને નિશાનો બનાવતા મોટો હુમલો કર્યો.
રશિયન રક્ષા બળોએ રોસ્તોવ વિસ્તારમાં ઓછામાં ઓછા 44 ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો છે. જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાએ આ ઘટનાની વધુ વિગતો જાહેર કરી નથી. જો કે, આ અહેવાલોની સ્વતંત્ર રૂપે પુષ્ટિ થઇ શકી નથી. રોસ્તોવના ગવર્નર વસીલી ગોલુબેવે કહ્યું કે, હવાઇ સુરક્ષા વિભાગે બેઝ પરના હુમલાને નિષ્ફળ કરી દીધો. જે રશિયન એરફોર્સની 59મી ગાર્ડ્સ બોમ્બર એવિએશન રેજિમેન્ટનો બેઝ છે. આ બેઝનો ઉપયોગ યુક્રેન પર હુમલો કરવા Su-24, Su-24M અને Su-34 બોમ્બવર્ષક દ્વારા કરવામાં આવે છે.
જ્યારે યુક્રેનના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે પોલિટિકોને જણાવ્યું હતું કે મોરોજોવસ્ક એરફિલ્ડ પર હુમલો યુક્રેનની સુરક્ષા સેવા દ્વારા સેના અને સંરક્ષણ બળોના સંકલનમાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 6 ફાઇટર બોમ્બવર્ષક એરક્રાફ્ટ નષ્ટ થઇ ગયા. તેમણે કહ્યું કે અન્ય 8 વિમાનોને ભારે નુકસાન થયું છે અને 20 રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેને ભાગ્યે જ અગાઉ સત્તાવાર રીતે રશિયાની અંદરના હુમલાની જવાબદારી લીધી છે.
આ પ્રકારના હુમલાઓ પર રશિયાના વધતા ગુસ્સાને કારણે અમેરિકાએ ખૂબ ટીકા કરી છે. સ્થાનિક રશિયન ટેલિગ્રામ ચેનલોએ જણાવ્યું કે લોકોએ મોરોજોવસ્ક પર 50થી વધુ વિસ્ફોટોની ગણતરી કરી. જોકે, લોકોએ કહ્યું કે આ હુમલામાં કોઇને ઇજા થઇ નથી. આ હુમલામાં ઇલેક્ટ્રિક સબસ્ટેશનને નજીવું નુકસાન થયું છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 600 રહેવાસીઓને વીજ પુરવઠા વિના રહેવું પડ્યું હતું. જ્યારે ઘણી ઇમારતોને પણ નજીવું નુકસાન થયું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp