ઇઝરાયલે પૂરો કર્યો 7 ઓક્ટોબરના ખૂનખરાબાનો બદલો, હમાસ ચીફ ઇસ્માઇલને આ દેશની રાજધાનીમાં ઉડાવી દીધો
ઇઝરાયલે 7 ઓક્ટોબરે પોતાના દેશમાં થયેલા ખૂન-ખરાબાનો બદલો પૂરો કર્યો છે. છેલ્લા 9 મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયલે બુધવારે સવારે હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાને ઉડાવી દીધો છે. ચોંકાવનારી વાત એ છે કે હાનિયાને ગાજા, પેલેસ્ટાઇન કે કતરમાં નહીં, પરંતુ ઇરાનની રાજધાની તેહરાનમાં માર્યા છે. હમાસે પોતે નિવેદન જાહેર કરીને પોતાના ચિફના મોતની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયા મંગળવાર (30 જુલાઇ)એ ઇરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થાય હતા. આ દરમિયાન હાનિયાએ ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇ સાથે પણ મુલાકાત કરી હતી. તેના આગામી દિવસે (બુધવારે) એટલે કે આજે સવારે સવારે ઇઝરાયલે એ ઘરને જ ઉડાવી દીધું, જેમાં ઇસ્માઇલ હાનિયા રોકાયો હતો.
ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશૂનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હુમલો તેહરાનમાં હાનિયાના સ્થળને નિશાનો બનાવીને કરવામાં આવ્યો છે. તેમાં હમાસ ચીફ સાથે સાથે તેનો એક બોડીગાર્ડ પણ માર્યો ગયો. હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાએ એક દિવસ અગાઉ જ ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઇ સાથે તેહરાનમાં મુલાકાત કરી હતી. પેલેસ્ટાઇન સંગઠન હમાસની ઘણી એકાઇઓ છે, જે રાજનીતિક, ફૌજી કે સામાજિક કામકાજ સંભાળે છે.
હમાસની નીતિઓ એક કન્સલટેટીવ બોડી નક્કી કરે છે. તેનું મુખ્યાલય ગાજા પટ્ટી વિસ્તારમાં છે. અત્યાર સુધી હમાસની કમાન ઇસ્માઇલ હાનિયાના હાથોમાં હતી, જે તેનો ચેરમેન હતો. તેણે વર્ષ 2017થી ખાલિદ મેશાલના ઉત્તરાધિકારી તરીકે કામ સંભાળ્યું હતું. તે કતરની રાજધાની દોહામાં રહેતો હતો અને તે જ હમાસનું કામકાજ જોતો હતો. મિસ્ત્રએ તેના ગાજા આવવા પર રોક લગાવી રાખી હતી. હાલમાં જ (એપ્રિલ 2024) ઇઝરાયલ ઇઝરાયલી સુરક્ષાબળોએ હાનિયાના 3 દીકરાઓને માર્યા હતા. ઇઝરાયલે ગાંજા પટ્ટી પર એરસ્ટ્રાઇક કરીને હાનિયાના 3 પુત્રોને માર્યા હતા. ઇઝરાયેલી સેના IDFએ જણાવ્યું કે હાનિયાના 3 દીકરા આમીર, હાજેમ અને મોહમ્મદ ગાજામાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવા જઇ રહ્યા હતા. આ દરમિયાન ત્રણેય હવાઇ હુમલાઓની ઝપેટમાં આવી ગયા.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ 7 ઓક્ટોબર 2023થી ચાલી રહ્યું છે. ત્યારે હમાસે ઇઝરાયલ પર હુમલો કરી દીધો હતો, જેમાં 1200 લોકો માર્યા ગયા હતા. હમાસે 250 નાગરિકોને બંધક પણ બનાવી લીધા હતા. દાવો છે કે અત્યારે પણ 150 બંધક હમાસના કબજામાં છે. તો હમાસ દાવો કરે છે ળકે ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધી 39000 કરતાં વધુ પેલેસ્ટાઇની નાગરિકોના મોત થઇ ચૂક્યા છે. ઇઝરાયલનું કહેવું છે કે તેણે આ ઓપરેશનમાં હમાસ અને તેના સહયોગીઓના 14,000 કરતાં વધુ લડાકાઓને માર્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp