રાહુલ ગાંધીએ જર્મનીમાં રાષ્ટ્રીય એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ, ભાજપને પણ ઘેરી
ભારતમાં લોકશાહી, મત ચોરી અને ચૂંટણીની નિષ્પક્ષતા અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. ભાજપે ભારતમાં એવું વાતાવરણ બનાવ્યું છે જ્યાં સંસ્થાઓ પોતાનું કામ કરી રહી નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેનો દુરુપયોગ કર્યો નથી, પરંતુ ભાજપ તેનો ઉપયોગ પોતાની રાજકીય શક્તિ વધારવા માટે કરે છે.
જર્મનીના બર્લિનમાં હર્ટી સ્કૂલમાં ભાષણ આપતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતમાં ચૂંટણીની નિષ્પક્ષતા અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, "અમે તેલંગાણા અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતી ગયા. અમે ભારતમાં ચૂંટણીની નિષ્પક્ષતાનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે. મેં એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે અમે હરિયાણાની ચૂંટણી જીત્યા હતા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ નિષ્પક્ષ નહોતી. અમારા દેશની સંસ્થાઓ પર મોટા પ્રમાણ પર હુમલો થઈ રહ્યો છે.
તેમણે આરોપ લગાવ્યો કે દેશના સંસ્થાકીય માળખા પર સંપૂર્ણ રીતે હુમલો થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે અમે ચૂંટણી પંચને સીધા પ્રશ્નો પૂછ્યા, અને હરિયાણામાં બ્રાઝિલિયન મહિલા મતદાન કરતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. હરિયાણામાં એક બ્રાઝિલિયન મહિલા મતદાન કરી રહી છે. હરિયાણાની મતદાર યાદીમાં તેનું નામ 22 વખત દેખાય છે. એક મહિલા એક જ બૂથ પર 200 વખત મતદાન કરે છે. ચૂંટણી પંચ આ પ્રશ્નોના જવાબ આપતું નથી. અમે મૂળભૂત રીતે માનીએ છીએ કે ભારતની ચૂંટણી પ્રણાલીમાં સમસ્યા છે.
તેમણે કહ્યું કે આપણી સંસ્થાકીય રચના સંપૂર્ણપણે કબજે કરવામાં આવી છે. અમારી ગુપ્તચર એજન્સીઓ, CBI અને EDનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે. CBI અને EDના મોટાભાગના કેસ ભાજપના વિરોધીઓ સામે છે. જો તમે મોટા ઉદ્યોગપતિ છો અને કોંગ્રેસને ટેકો આપવાનો પ્રયાસ કરો છો, તો તમને ધમકીઓ મળશે અને તપાસ એજન્સીઓ પહોંચી જશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp