બિગ બ્રેકિંગ : યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં મોટી આગ! મહત્વના પરમાણુ પ્લાન્ટમાં આગ લાગ્ય

બિગ બ્રેકિંગ : યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં મોટી આગ! મહત્વના પરમાણુ પ્લાન્ટમાં આગ લાગ્યા પછી આખી દુનિયા અધ્ધર શ્વાસે!

03/04/2022 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

બિગ બ્રેકિંગ : યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં મોટી આગ! મહત્વના પરમાણુ પ્લાન્ટમાં આગ લાગ્ય

Ukraine Russia war updates : રશિયન સેનાઓ યુક્રેનમાં ભયંકર તબાહી મચાવી રહી છે. ખબર છે કે રશિયન સેનાઓ યુક્રેનના મહત્વના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ચારે તરફથી ફાયરિંગ કરી રહી છે. આ ફાયરિંગને કારણે પાવર પ્લાન્ટમાં આગ ભડકી ઉઠી છે. યુક્રેનના વિદેશ મંત્રી દીમીત્રો કુલેબા (Dimitro Kuleba)ને નિવેદન આપતા કહ્યું છે કે જો આગને કારણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ધડાકો થશે, તો ચેર્નોબિલ હોનારત કરતા દસ ગણી મોટી હોનારત થશે! યુંક્રેનનો ઝાપારિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ દેશના કુલ વીજ ઉત્પાદનમાં 25 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે. સ્થળ પર હાજર અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન ટુકડી પમાનું પ્લાન્ટ તરફ આવી રહી છે. રોકેટ અને ધડાકાઓના અવાજો સતત સંભળાઈ રહ્યા છે.


રશિયન આર્મી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરશે?

રશિયન આર્મી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરશે?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન સેનાએ ચેર્નોબિલ પર કબજો કરી લીધો છે. રશિયન હુમલામાં પરમાણુ કચરાના સંગ્રહ માટે જે સુવિધા છે, એ નુકસાન પામી હોવાનું કહેવાઈ રહ્યું છે. યુક્રેનિયન સ્ટેટ એટોમિક એનર્જી કંપનીએ કહ્યું છે કે રશિયન આર્મીના હુમલાનો દર સેવાઈ રહ્યો છે. આ બધા વચ્ચે એવી દહેશત સેવાઈ રહી છે કે શું રશિયા ખરેખર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઉડાવી દેશે? (Nuclear Attack) જો કે આ બાબત લાગે એટલી આસાન નથી. કારણકે એમાં રશિયાએ પણ ખાસ્સું નુકસાન વેઠવું પડે, અને આખું ન્યુક્લિયર વોરમાં ઘણું બધું તબાહ થઇ જાય!

બીજી તરફ ગઈકાલની મીટિંગમાં યુક્રેન અને રશિયાના અધિકારીઓ વચ્ચે સામાન્ય નાગરિકોને યુદ્ધક્ષેત્રમાંથી સહીસલામત બહાર કાઢવા માટે સેફ પેસેજ આપવાની વાત પર સહમતિ સધાઈ છે.


અમેરિકી સાંસદનું ભડકાઉ નિવેદન

અમેરિકી સાંસદનું ભડકાઉ નિવેદન

હાલમાં રશિયન મિડીયા પર પ્રતિબંધ હોવાને કારણે રશિયન નેતાઓના સ્ટેટમેન્ટ્સ આપણા સુધી પહોંચી નથી રહ્યા. બીજી તરફ અમેરિકા સહિતના દેશોના નેતાઓની બયાનબાજી જારી છે. એવામાં અમેરિકી સાંસદ લિન્ડસે ગ્રેહામે કહ્યું છે કે “શું રશિયન આર્મીમાં કોઈ બ્રુટસ નથી?” બ્રુટસ એવું ઐતિહાસિક રોમન પાત્ર છે, જેણે રાજકીય કારણોસર પોતાના જ ખાસ મિત્ર અને તત્કાલીન રોમન સમ્રાટની પીઠમાં ખંજર મારીને હત્યા કરેલી!


અમેરિકાએ કહ્યું કે રશિયા પરથી પ્રતિબંધો હટાવવા તૈયાર, પણ...

અમેરિકાએ કહ્યું કે રશિયા પરથી પ્રતિબંધો હટાવવા તૈયાર, પણ...

અમેરિકાએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે જો રશિયા તાત્કાલિક અસરથી યુક્રેન પર હુમલાઓ કરવાના બંધ કરશે તો અમેરિકા પણ રશિયા ઉપરથી તમામ પ્રતિબંધો હટાવી લેવા તરફ આગળ વધશે. આ નિવેદન દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી હદ ગંભીર બની ચૂકી છે!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top