Video: ‘ઓપરેશન સિંદુરના પહેલા જ દિવસે ભારત હારી ગયું હતું, પૂર્વ CM અને કોંગ્રેસના નેતાનું વિવા

Video: ‘ઓપરેશન સિંદુરના પહેલા જ દિવસે ભારત હારી ગયું હતું', પૂર્વ CM અને કોંગ્રેસના નેતાનું વિવાદાસ્પદ નિવેદન

12/17/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: ‘ઓપરેશન સિંદુરના પહેલા જ દિવસે ભારત હારી ગયું હતું, પૂર્વ CM અને કોંગ્રેસના નેતાનું વિવા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ‘ઓપરેશન સિંદૂર’ અંગે એક નિવેદન આપ્યું છે, જેણે રાજકીય તોફાન ઊભું કરી દીધું છે. ચવ્હાણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને ભારતીય વાયુસેના સંપૂર્ણપણે ઠપ્પ રહી.’


ભારતીય પક્ષને ભારે નુકસાન: ચવ્હાણ

ભારતીય પક્ષને ભારે નુકસાન: ચવ્હાણ

ચવ્હાણે કહ્યું કે 7 મેના રોજ લગભગ અડધા કલાક સુધી ચાલેલા હવાઈ યુદ્ધમાં ભારતીય પક્ષને ભારે નુકસાન થયું હતું, ભલે લોકો માને કે ન માને. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ ઘટના દરમિયાન ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા અને વાયુસેનાનું એક પણ વિમાન ઉડાન ભરી શક્યું નહોતું. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે ઓપરેશન સિંદૂર વિશે સંપૂર્ણ સત્ય રાષ્ટ્ર સમક્ષ જાહેર કરવામાં આવ્યું નથી. યુદ્ધમાં નુકસાન સામાન્ય છે, પરંતુ સરકાર ચોક્કસ તથ્યો છુપાવી રહી છે. જ્યારે લશ્કરી સ્તરે વ્યૂહાત્મક ભૂલો સ્વીકારવામાં આવી છે, ત્યારે સરકાર સત્યને સામે આવવા દઈ રહી નથી.

ચવ્હાણે એવો પણ દાવો કર્યો હતો કે વિદેશી મીડિયા ભારતને વધુ નુકસાન થવાની વ્કાય કહી રહ્યા છે, અને ચીનને કારણે પાકિસ્તાનની લશ્કરી તાકાતમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે કોઈપણ ભારતીય વિમાન ઉડાણ ભરતાની સાથે જ ચીનને તેની માહિતી મળી છે, જે પછી પાકિસ્તાનને આપવામાં આવે છે, જેથી ભારતનું સરપ્રાઈઝ એલિમેંટ’ ખતમ થઈ જાય છે.

આટલું જ નહીં ચવ્હાણે 10 મેના રોજ થયેલી લડાઈનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે દિવસે વાયુસેનાને પૂરી રીતે અલગ રાખવામા આવી હતી, અને જમીન પર કાર્યવાહી કરવામાં આવી હતી. આમ છતા યુદ્ધવિરામ કેમ કરવામાં આવ્યો? આ પ્રશ્ન ઉઠાવતા ચવ્હાણે કહ્યું કે, યુદ્ધવિરામ અમેરિકાના  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં કરવામાં આવ્યો હતો, જેને વડાપ્રધાન સ્વીકારી રહ્યા નથી.


ભાજપે કર્યો પ્રહાર

ભાજપે કર્યો પ્રહાર

ભારતીય જનતા પાર્ટીએ ચવ્હાણના આ નિવેદનનો કડક જવાબ આપ્યો છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ભારતીય સશસ્ત્ર દળોને નફરત કરે છે અને તેમનું મનોબળ નીચું કરવાનો પ્રયાસ કરી રહી છે.

ભારતે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, ત્યારબાદ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, અને 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

સરકારે પહેલાથી જ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવાના અહેવાલોને ભ્રામક અને સંદર્ભથી બહાર ગણાવીને ફગાવી દીધા છે, પરંતુ ચવ્હાણના નિવેદને ફરી એકવાર આ મુદ્દાને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top