શું તમે પણ વજન ઘટાડવા એક્સપર્ટની સલાહ શોધી રહ્યા છો? તો આ ટીપ્સ એકવાર અચૂક અજમાવો!

શું તમે પણ વજન ઘટાડવા એક્સપર્ટની સલાહ શોધી રહ્યા છો? તો આ ટીપ્સ એકવાર અચૂક અજમાવો!

12/16/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમે પણ વજન ઘટાડવા એક્સપર્ટની સલાહ શોધી રહ્યા છો? તો આ ટીપ્સ એકવાર અચૂક અજમાવો!

બધામાંથી એક્સપર્ટની પસંદગી કરવી ખૂબ જરૂરી બને છે. ત્યારે રુજુતા દિવેકર એક એવું નામ છે જે સેલિબ્રિટિઝના વેઈટ લોસ માટે ન્યૂટ્રિશનિસ્ટ રહી ચૂકી છે. વજન ઘટાડવા માટે તે સારામાં સારું ડાએટ પ્લાન આપે છે. જેને ફોલો કરવાથી સારું પરિણામ મળી રહે છે. આ સાથે રુજુતા દિવેકર સારા સ્વાસ્થ્ય માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર બાજરી ખાવાની, દરરોજ સ્ટ્રેચિંગ કરવાની અને ફોનને ડાઇનિંગ ટેબલ, બેડ અને બાથરૂમથી દૂર રાખવાની પણ સલાહ આપે છે.

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે, તેમના 'ફિટનેસ પ્રોજેક્ટ 2025' ના ભાગ રૂપે ઇન્સ્ટાગ્રામ પર સારું સ્વાસ્થ્ય જાળવવા માટે ત્રણ સરળ છતાં અસરકારક ટિપ્સ શેર કરી હતી. આ ટિપ્સ પરંપરાગત અનાજ, શારીરિક સુગમતા અને સ્ક્રીનના કાળજીપૂર્વક ઉપયોગનું મહત્વ દર્શાવે છે.


સાપ્તાહિક આહારમાં બાજરાના રોટલાનો સમાવેશ

સાપ્તાહિક આહારમાં બાજરાના રોટલાનો સમાવેશ

રુજુતા દિવેકર અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ભોજનમાં બાજરીનો સમાવેશ કરવાની સલાહ આપે છે. બાજરીમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે, જેમ કે લાડુ, શીરો અને રોટલી. જેનાથી વાળ ખરવાનું ઓછું થશે, સારી ઉર્જા મળશે અને રોગપ્રતિકારક શક્તિ વધશે. રુજુતા વધુમાં કહે છે કે, " કેટલાકને બાજરી પચવામાં તકલીફ પડે છે. તેથી બાજરીની રોટલી બનાવતી વખતે  તેમાં એક ચમચી ઘી અને 50% ચોખાનો લોટ ઉમેરવાનો પ્રયાસ કરો જેથી પેટમાં રોટલી સરળતાથી પચી જાય. અને પેટનું ફૂલવું બંધ થાય. ઉપરાંત ગોળ સાથે ભોજન સમાપ્ત કરવાનો નિયમ ભૂલશો નહીં. આ ઉપરાંત લસણની ચટણી અથવા હળદરનું અથાણું પણ બાજરીને પચાવવામાં ખૂબ મદદ કરે છે.


સ્ટ્રેચિંગ કરો

સ્ટ્રેચિંગ કરો

આ ઉપરાંત શારીરિક સુગમતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે. રુજુતા દીવેકર  નિયમિત સ્ટ્રેચિંગ રૂટિનના મહત્વ પર ભાર આપે છે. તે કહે છે કે, તણાવ ન લો, સ્ટ્રેચ કરો. ઇજાઓ અટકાવવા, સંતુલન સુધારવા અને દોડવાની અને ચાલવાની શક્તિ સુધારવા માટે સ્ટ્રેચિંગ રૂટિન ખૂબ જરૂરી છે.


સ્ક્રીન ઝોન બનાવો

સ્ક્રીન ઝોન બનાવો

રુજુતા દિવેકર મુજબ રોજિંદા જીવન પર સતત સ્ક્રીન એક્સપોઝરની ગંભીર અસર થાય છે. તેથી સ્ક્રીન ઝોનને કંટ્રોલ કરવા માટે સ્ક્રીન ઝોન બનાવવા જોઈએ. ઘરમાં એક નાનો ખૂણો જ્યાં તમે ફક્ત ઊભા રહીને સ્ક્રોલ કરી શકો. આ ઉપરાંત રુજુતાએ ડાઇનિંગ ટેબલ, પલંગ અને બાથરૂમમાં ફોન પર પ્રતિબંધ મૂકવાની પણ ભારપૂર્વક ભલામણ કરી છે. જે સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે.

(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top