શુભમન ગિલ આઉટ થયો તો સારા તેંદુલકરે આપ્યું આવું રિએક્શન; જુઓ વીડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોબાર્ટમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ટીમે રોમાંચક વિજય મેળવ્યો. આ મહત્ત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમે 5 વિકેટથી જીત મેળવી અને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી, પરંતુ શુભમન ગિલ ચર્ચાનો વિષય બન્યો. જોકે ગિલ બેટથી સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો, માત્ર 12 બોલમાં 15 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો, તેનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ મેચ જોવા માટે સચિન તેંદુલકરની પુત્રી સારા તેંદુલકર મેચ જોવા માટે હોબાર્ટ પહોંચી હતી. ગિલના આઉટ થવા પર સારાનું રિએક્શન પ્રતિક્રિયા વાયરલ થઈ રહ્યું છે.
સચિન તેંદુલકરની પુત્રી સારા તેંદુલકર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી T20I જોવા માટે પહોંચી હતી. શુભમન ગિલ નાથન એલિસના બોલ પર LBW આઉટ થતા જ સારાનું રિએક્શન કેમેરામાં કેદ થઈ ગયું. તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયા પર ચાહકોએ આ દૃશ્ય જોઈને વિવિધ પ્રતિક્રિયાઓ આપી. ઘણા યુઝર્સે લખ્યું કે, ‘સારાનું દિલય પણ શુભમન સાથે તૂટી ગયું.’
Gill got out, Camera zooms to Sara Tendulkar 😭😭🙏🏻 pic.twitter.com/xNjbH0hwBv https://t.co/DqKHfw7tRz — Sohamdave (@sohamdave45) November 2, 2025
Gill got out, Camera zooms to Sara Tendulkar 😭😭🙏🏻 pic.twitter.com/xNjbH0hwBv https://t.co/DqKHfw7tRz
આ પહેલી વાર નથી જ્યારે સારા તેંદુલકર કોઈ મેચ દરમિયાન ચર્ચામાં આવી ગઈ હોય. જ્યારે પણ તે સ્ટેડિયમમાં દેખાય છે, ત્યારે તેનું નામ શુભમન ગિલ સાથે કોઈને કોઈ કારણસર જોડાય જાય છે. તેમના સંબંધોની અફવાઓ લાંબા સમયથી ફેલાઈ રહી છે, જોકે બંનેમાંથી કોઈએ ક્યારેય ખૂલીને આ વાત કહી નથી.
જ્યાં એક તરફ શુભમન ગિલ બેટથી નિષ્ફળ રહ્યો, તો બીજી તરફ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ટિમ ડેવિડ (74) અને માર્કસ સ્ટોઈનિસ (64)ની અડધી સદીની મદદથી 186 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. ભારત માટે અર્શદીપ સિંહે સૌથી સારી બોલિંગ કરી, તેણે 4 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ભારતની શરૂઆત સારી નહોતી, પરંતુ વોશિંગ્ટન સુંદરે શાનદાર બેટિંગ કરીને અણનમ 49 રન બનાવ્યા હતા. રિંકુ સિંહ અને સૂર્યકુમાર યાદવે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતે 18.6 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું, મેચ 5 વિકેટથી જીતી લીધી. આ જીત સાથે, ભારતે ત્રણ મેચની T20 શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp