ટ્રોફી ચોર મોહસીન નકવીને આ રીતે સન્માનિત કરશે પાકિસ્તાન, એશિયા કપમાં ડ્રામેબાજી કરવાનું મળશે ઈનામ
ખોટા વહેમમાં રહેવું અને તેનો આનંદ માણવામાં પાકિસ્તાન અજોડ છે. ભારત સામેના યુદ્ધમાં કારમી હાર સહન કર્યા બાદ પણ, સમગ્ર દેશમાં હજુ પણ એવી વહેમ ભરેલો છે કે તેની સેનાએ ભારતને હરાવ્યું હતું. એ જ પ્રકારનો વહેમ PCBના અધ્યક્ષ અને ટ્રોફી ચોર અધ્યક્ષ મોહસીન નકવીએ એશિયા કપ 2025માં કરેલી ડ્રામેબાજી હવે જનતા અને રાજકીય સમુદાયમાં છે. એશિયા કપમાં ચેમ્પિયન બનવા છતા ભારતીય ટીમના હકની ટ્રોફી ચોરીને હોટલમાં ભાગનાર મોહસીન નકવીને આ હરકત માટે પાકિસ્તાનમાં સન્માનિત કરવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાની ન્યૂઝ પોર્ટલ 'ધ નેશન'ના એક અહેવાલમાં જણાવાયું છે કે મોહસીન નકવીને એશિયા કપ 2025 દરમિયાન તેના કથિત કડક વલણ માટે મેડલ એનાયત કરવામાં આવશે. સિંધ અને કરાચી બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ એડવોકેટ ગુલામ અબ્બાસ જમાલે જાહેરાત કરી હતી કે PCB અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ નકવીને શહીદ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એક્સેલન્સ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવાયું છે કે નકવીને એશિયા કપ દરમિયાન તેના ‘નિર્ભય અને સૈદ્ધાંતિક વલણ માટે આ મેડલ એનાયત કરવામાં આવશે, જેનાથી પાકિસ્તાનનું ગૌરવ વધ્યું.
પાકિસ્તાનની પ્રતિષ્ઠામાં કેટલો વધારો થયો તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એ સ્પષ્ટ છે કે મોહસીન નકવીએ માત્ર એશિયા કપને જ કલંકિત કર્યો નહતો, પરંતુ PCB પ્રમુખ તરીકેના તેના કાર્યકાળ દરમિયાન, પાકિસ્તાની ટીમ બીજી ટુર્નામેન્ટમાં ખરાબ રીતે પરાજિત થઈ હતી, જેમાં ભારતીય ટીમ સામે ફાઇનલ સહિત ત્રણ વખત હારનો સામનો કરવો પડ્યો હતો. પછી, જ્યારે ભારતીય ટીમે ફાઇનલ જીત્યા બાદ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો, ત્યારે ACC પ્રમુખે અહીં પણ નાટક કર્યું અને અડગ રહ્યો. પરિણામે, પ્રેઝન્ટેશન સમારોહ દોઢ કલાક મોડો શરૂ થયો અને ભારતીય ટીમને ટ્રોફી અને ખેલાડીઓને તેમના મેડલ પણ ન આપવામાં આવ્યા.
હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મોહસીન નકવી ટ્રોફીને ચોરની જેમ પોતાની હોટલમાં લઈ ગયો અને આખી રાત ત્યાં રાખી. ત્યારબાદ પણ, નકવી પોતાની બકવાસ હરકતોથી ઉપર ન આવ્યો અને ACC મીટિંગમાં BCCI દ્વારા ટ્રોફીની માગણી છતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને દુબઈ સ્થિત ACC ઓફિસમાં મોકલવાની વાત કહી, જ્યાં તે પોતાના હાથે ટ્રોફી આપશે. BCCIના કડક વલણને કારણે, નકવીએ ફાઇનલ દરમિયાન થયેલા નાટક માટે ACCના તમામ સભ્યોની સામે માફી માગવી પડી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp