વર્લ્ડ કપ ચેમ્પિયન દીકરીઓને મળ્યા PM નરેન્દ્ર મોદી, જુઓ તસવીરો
ICC મહિલા ODI વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી હતી. આ મુલાકાત પ્રધાનમંત્રી નિવાસસ્થાને થઈ હતી. રવિવારે ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો.
ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ પ્રસંગે કહ્યું હતું કે તે 2017માં પણ પ્રધાનમંત્રીને મળી હતી, પરંતુ તે વખતે ટીમ ટ્રોફી વિના ગઈ હતી. હસતા હસતા તેણે કહ્યું કે, ‘હવે અમે ટ્રોફી લઈને પાછા આવ્યા છીએ, અને અમે ઈચ્છીએ છીએ કે આવા પ્રસંગોએ પ્રધાનમંત્રી સાથે મળતા રહીએ.’
ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, પ્રધાનમંત્રી હંમેશા ટીમને પ્રેરણા આપે છે અને તેમની ઉર્જા દરેક ખેલાડીને નવી દિશા આપે છે. આજે ભારતમાં છોકરીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે અને પ્રધાનમંત્રીના પ્રોત્સાહને આમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
મહિલા ટીમની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રીએ મોદીએ તેમના X એકાઉન્ટ પર પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, ‘ભારતીય ટીમે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં શાનદાર જીત મેળવી. ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ કૌશલ્ય, આત્મવિશ્વાસ અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું. આ ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયનોને આ રમતમાં જોડાવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપશે. ટીમ ઇન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન.’
મંગળવારે ભારતીય મહિલા ટીમ નવી દિલ્હી પહોંચી. ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લોકોએ ચેમ્પિયન દીકરીઓઓનું ઢોલ અને નગરાઓ સાથે સ્વાગત કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા ટીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળી શકે છે. જોકે, આ મુલાકાતનો સમય હજુ નક્કી થયો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp