રાહુલ ગાંધીની ‘હાઈડ્રોજન બોમ્બ’વાળી બ્રાઝિલની મોડલ આવી સામે, વીડિયો જાહેર કરીને જાણો શું કહ્યું

રાહુલ ગાંધીની ‘હાઈડ્રોજન બોમ્બ’વાળી બ્રાઝિલની મોડલ આવી સામે, વીડિયો જાહેર કરીને જાણો શું કહ્યું?

11/06/2025 Videos

SidhiKhabar

SidhiKhabar

રાહુલ ગાંધીની ‘હાઈડ્રોજન બોમ્બ’વાળી બ્રાઝિલની મોડલ આવી સામે, વીડિયો જાહેર કરીને જાણો શું કહ્યું

બિહારમાં મતદાનના પહેલા તબક્કા અગાઉ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં ‘ઓપરેશન ગવર્નમેન્ટ ચોરી ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે હરિયાણા ચૂંટણીમાં 25 લાખ મતોની ચોરી થઈ હતી. રાહુલ ગાંધીના હાઈડ્રોજન બોમ્બમાં દાવો કરવામાં આવ્યો કે, એક બ્રાઝિલિયન મોડલે હરિયાણા ચૂંટણીમાં 10 મતદાન મથકો પર 22 વખત મતદાન કર્યું હતું. તેમણે તેમની પ્રેસ કોન્ફરન્સમાં પુરાવા તરીકે સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેનાથી રાજકીય ગરમાવો વધ્યો હતો. રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં મેથ્યુસ ફેરેરો નામની બ્રાઝિલિયન છોકરીનો ફોટો પણ બતાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે હરિયાણા મતદાર યાદીમાં છે, જેણે ક્યારેક સ્વીટી તો ક્યારેક સીમા અને સરસ્વતી નામથી મતદાન કર્યું છે.


બ્રાઝિલિયન મોડલે વીડિયો શેર કરી બતાવ્યું સત્ય

બ્રાઝિલિયન મોડલે વીડિયો શેર કરી બતાવ્યું સત્ય

હવે એક મહિલાએ આગળ આવીને દાવો કર્યો છે કે વાયરલ ફોટો ખરેખર તેમનો છે. લારિસા નેરીનો દાવો છે કે ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં બતાવેલ ફોટો તેનો છે જ્યારે તે લગભગ 20 વર્ષની હતી.

તેણે કહ્યું કે, આ નિષ્ફળ રાજકારણી છે જે ભારતમાં લગભગ 100 ચૂંટણીઓ હારી ગયો છે, તેણે મારા જૂના ફોટાનો ઉપયોગ કરીને શાસક પક્ષ વિરુદ્ધ પોતાના જૂઠાણા અને પ્રચારને મજબૂત બનાવ્યો છે. તેના પક્ષના સભ્યો મારા પ્રત્યે એટલા ઝનૂની છે કે તેઓ મને DMમાં ​​પ્રપોઝ કરી રહ્યા છે. અરે! આ ઉપરાંત લારિસા નેરીએ પાછળથી તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમની પ્રતિક્રિયાના વીડિયોનો સ્ક્રીનશોટ શેર કર્યો.


રાહુલ ગાંધીએ શું આરોપ લગાવ્યો?

રાહુલ ગાંધીએ શું આરોપ લગાવ્યો?

એક પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘હરિયાણાના યુવાનો, ધ્યાનથી સાંભળો. 22 વાર, તેમને 10 બૂથમાં મતદાન કરવાની તક મળે છે. તે ક્યાંથી છે? તે બ્રાઝિલની છે. તે હરિયાણાની નથી. ભારતની નથી. તે બ્રાઝિલની છે. તે એક મોડેલ છે. રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે હરિયાણામાં પાંચ કેટેગરીઓમાં 25 લાખ મતો ચોરાઈ ગયા હતા. રાજ્યમાં 500,000 ડુપ્લિકેટ મતદારો હતા. 3,500 મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. કોંગ્રેસ 22,000 મતોથી ચૂંટણી હારી ગઈ. રાહુલે હરિયાણાની ચૂંટણીમાં 100 વખત મતદાન કરનારી બીજી મહિલાનો પણ ઉલ્લેખ કર્યો.

રાહુલે કહ્યું કે રાયમાં 10 બૂથની મતદાર યાદીમાં બ્રાઝિલિયન મોડેલનો ફોટો 22 વખત દેખાયો. આ કેન્દ્રિય કામગીરીનો પુરાવો છે. રાજ્યમાં 521,619 ડુપ્લિકેટ મતદારો અને 93,174 અમાન્ય સરનામાં છે. એક સરનામે બહુવિધ મતોના 19 લાખ 26 હજાર 351 કેસ એક વોટના છે.

રાહુલે કહ્યું કે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં હજારો લોકોના મત છે. તેમણે ઉત્તર પ્રદેશના બે ભાજપ સમર્થિત સરપંચોના ઉદાહરણો આપ્યા. દાલચંદ અને તેમના પુત્ર બંને રાજ્યોમાં મત ધરાવે છે. પ્રહલાદના મથુરા અને હોદલમાં મત છે.

ઘર નંબર ૦ પર જૂઠું: રાહુલે કહ્યું કે ચૂંટણી કમિશનર ઘર નંબર ૦ પર ખોટું બોલ્યા. કહ્યું કે તે બેઘર લોકો માટે છે. તેમણે નંબર ૦ વાળું મોટું ઘર બતાવ્યું. પલવલ જિલ્લા પરિષદના ઉપપ્રમુખ, ભાજપ નેતા ઉમેશ, ઘર નંબર 150 પર 66 મત ધરાવે છે. હોડલમાં ઘર નંબર 165માં 501 મત છે, અને રાયમાં ઘર નંબર 1904માં 108 મત છે. કમિશન ચકાસણી કરતું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top