પહેલા વરસાદમાં ધસી ગયો અયોધ્યા રામપથ, તેમાં પડી મહિલા? UP પોલીસે બતાવી વાયરલ વીડિયોની હકીકત
સોશિયલ મીડિયા પર એક વીડિયો અયોધ્યાનો બતાવીને ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેલા વરસાદમાં જ કરોડોના ખર્ચે તૈયાર થયેલો અયોધ્યાનો રામ પથ ધસી ગયો. જેમાં તથા કથિત એક મહિલા પડી ગઈ. આ વીડિયો પર હવે અયોધ્યા પોલીસનું નિવેદન સામે આવ્યું છે. પોલીસનું કહેવું છે કે આ વીડિયો પૂરી રીતે ભ્રામક છે અને આ મામલે 3 લોકો વિરુદ્ધ કેસ નોંધાઈ ચૂક્યો છે. ચાલો આ આર્ટિકલમાં જાણીએ આ વીડિયો ક્યાંનો છે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને X પર એક યુઝરે દાવો કર્યો કે, પહેલા વરસાદ બાદ અયોધ્યામાં બનેલા રોડની હાલત જુઓ. તેની લંબાઈ 13 કિમી છે. તેનો કુલ ખર્ચ 844 કરોડ રૂપિયા છે એટલે કે એક કિમીના નિર્માણમાં 65 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. રોડ બનાવનારી કંપની ગુજરાતની છે. કંપનીનું નામ ભુવન ઇન્ફ્રાકોમ પ્રાઇવેટ લિમિટેડ છે. બધા ફેક્ટ્સ તપાસ કરી લો. તમને પોતાને જ વિશ્વાસ થઈ જશે. બાકી રામ નામ સત્ય છે.
સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહેલા વીડિયોના દાવો ભ્રામક છે કે તે અયોધ્યાનો છે. વીડિયોમાં દેખાડવામાં આવી રહ્યું છે કે પહેલા વરસાદમાં જ અયોધ્યાનો રામપથ ધસી ગયો અને તેમાં એક મહિલા પડી ગઈ. વાયરલ વીડિયોની હકીકત એ છે કે આ 2 વર્ષ જૂનો છે અને બ્રાઝીલનો છે. તપાસ કરવાથી ખબર પડી કે આ ઘટના જૂન 2022ની છે. બ્રાઝીલીયાઈ સમાચાર રિપોર્ટથી ખબર પડી કે મારિયા રોસિલીન નામની મહિલા બ્રાઝીલના શહેર કોસકેવેમાં એક ખાડામાં પડી ગઈ હતી. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મહિલાને આસપાસના લોકોએ બચાવી. તેને સામાન્ય ઇજા થઈ. જે જગ્યાએ રોડ ધસ્યોએ સિમેન્ટની એક પરત સાથે નવો બનાવવામાં આવ્યો હતો, જે તેના ચાલવા પર ધસી ગયો.
Mulher cai em cratera que se abriu no Centro de Cascavel. Confira o momento: https://t.co/7eGteNAmlb(Vídeo: Reprodução/Vídeo enviado via WhatsApp O POVO) pic.twitter.com/mjNdaZUEBe — O POVO (@opovo) June 2, 2022
Mulher cai em cratera que se abriu no Centro de Cascavel. Confira o momento: https://t.co/7eGteNAmlb(Vídeo: Reprodução/Vídeo enviado via WhatsApp O POVO) pic.twitter.com/mjNdaZUEBe
અયોધ્યા પોલીસે આ મામલે નિવેદન આપ્યું છે. X પર એક પોસ્ટમાં પોલીસ અધિકારીએ કહ્યું કે, વીડિયો જિલ્લાનો નથી. તેમણે એવા દાવાઓને ભ્રામક અને ખોટો કહ્યો. તેમણે કહ્યું કે, આ ભ્રામક સમાચારને ફેલાવનાર વ્યક્તિ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ ઘટનામાં 3 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp