મોદી સરકાર મનરેગાની જગ્યાએ લાવી VB-G RAM G સ્કીમ, જાણો શું-શું બદલાશે

મોદી સરકાર મનરેગાની જગ્યાએ લાવી VB-G RAM G સ્કીમ, જાણો શું-શું બદલાશે

12/16/2025 National

SidhiKhabar

SidhiKhabar

મોદી સરકાર મનરેગાની જગ્યાએ લાવી VB-G RAM G સ્કીમ, જાણો શું-શું બદલાશે

કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005 (મનરેગા)ને બદલવા માટે એક નવી રોજગાર ગેરંટી યોજના શરૂ કરી રહી છે. એવા સમાચાર છે કે સરકાર મનરેગાની જગ્યા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) લેવા જઈ રહી છે. ટૂંકમાં આ યોજનાને VB-G RAM G બિલ 2025 કહેવામાં આવશે. લાઈવમિન્ટના એક અહેવાલમાં સમાચાર એજન્સી PTIના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે સરકારે મનરેગાને રદ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો રજૂ કરવા માટે સાંસદોમાં એક બિલ વહેચ્યું હતું. બિલની નકલ અનુસાર, તે મનરેગાને બદલવા માટે સંસદમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) રજૂ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.


મનરેગા શું છે?

મનરેગા શું છે?

જેમ આપણે આ સમાચારની શરૂઆતમાં જ જણાવ્યુ કે, આ યોજનાનું પૂરું નામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ છે. આ યોજના 2005માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે UPA સરકાર સત્તામાં હતી અને મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન હતા. આ કાયદો ગ્રામીણ પરિવારોને રોજગારનો કાયદેસર અધિકાર આપે છે. આ યોજના હેઠળ, સરકાર દર નાણાકીય વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં 100 દિવસની રોજગારીની ગેરંટી આપે છે. આમાં રસ્તાનું બાંધકામ, તળાવ અને નહેરો ખોદવા વગેરે જેવા કામોનો સમાવેશ થાય છે. આ યોજનાની બીજી એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે જો કોઈ વ્યક્તિ તેના માટે અરજી કરે છે, તો તેને 15 દિવસની અંદર રોજગાર પૂરો પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો આ સમયગાળા દરમિયાન કામ ન મળે તો બેરોજગારી ભથ્થાની જોગવાઈ છે.


VB-G RAM G બિલમાં શું ખાસ હશે?

VB-G RAM G બિલમાં શું ખાસ હશે?

 સાંસદો સાથે શેર કરાયેલ બિલની નકલમાં જણાવાયું છે કે આ યોજનાનો હેતુ 'વિકસિત ભારત 2047'ના રાષ્ટ્રીય વિઝનનેને અનુરૂપ ગ્રામીણ વિકાસ માળખું સ્થાપિત કરવાનો છે. આ હેઠળ આ હેઠળ નાણાકીય વર્ષમાં દરેક 18 વર્ષથી વધુ ઉંમરના દરેક ગ્રામીણ પરિવારને આ યોજના માટે અરજી કરશે, તેમને 125 દિવસની રોજગારીની ગેરંટી મળશે. સંસદનું શિયાળુ સત્ર 19 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યું હોવાથી, સરકાર તેને વર્તમાન સત્રમાં રજૂ કરવાની યોજના બનાવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top