ઘોર કલિયુગ! 'તમે મારા લગ્ન નથી કરાવી રહ્યા' કહી એક પુત્રએ કર્યું એવું કામ કે વાંચીને રુંવાડા ઊભા થઈ જશે, જાણો સંપૂર્ણ માહિતી
અમદાવાદ શહેરમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પુત્રએ લગ્ન ન થવાના કારણે પોતાની જ માતાની હત્યા કરી દીધી હતી. આ ઘટના સોલા વિસ્તારમાં આવેલા વર્ધમાન કૃપા ફ્લેટમાં બની હતી, જ્યાં 6 વર્ષ કેનેડા રહીને પરત ફરેલા 31 વર્ષના યુવક વ્રજ કોન્ટ્રાક્ટરે પોતાની માતા પારૂલબેન કોન્ટ્રાક્ટરને લગ્ન બાબતે થયેલી બોલાચાલીમાં માર માર્યો હતો. જેના કારણે તેમને ગંભીર આંતરિક ઈજાઓ થઈ અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ ઘટના મંગળવાર રાત્રે લગભગ દસ વાગ્યાની છે. સોલાના વર્ધમાન કૃપા ફ્લેટમાં રહેતો વ્રજ, જે 2018 થી 2024 દરમિયાન સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ભણવા ગયો હતો, ત્યારબાદ તે ભારત પરત ફર્યા પછી કોઈ કામધંધો કરતો નહોતો. અને આ કારણે તેના લગ્ન નહોતા થઈ રહ્યા. અને આ બાબતે તે અવારનવાર પોતાના માતા-પિતા અને બહેન સાથે ઝઘડા કરતો હતો.મંગળવારની રાત્રે જ્યારે તેની બહેન નકશી તેની માતા પારૂલબેનના પગમાં દુખાવો થતો હોવાથી બરફ ઘસી રહી હતી, ત્યારે વ્રજે ફરીથી લગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ત્યારે તેણે ગુસ્સામાં આવીને માતાને કહ્યું હતું કે, "તમે અને પપ્પા મારા લગ્ન કેમ નથી કરાવતા? મારા માટે છોકરી શોધી આપો." અને આમ કહેતા તેણે પારૂલબેનની પીઠ પર જોરદાર મુક્કો માર્યો હતો. જેના કારણે પારૂલબેનને અસહ્ય પીડા થઈ અને તેઓ નીચે ફસડાઈ પડ્યા હતા. તેમની દીકરી નકશીએ પાડોશીની મદદથી તેમને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ. જો કે, સારવાર દરમિયાન પારૂલબેનનું દુઃખદ અવસાન થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, મુક્કાના મારને કારણે તેમની બરોળ ફાટી ગઈ હતી અને આંતરિક રક્તસ્ત્રાવને કારણે શરીરમાં લોહી પ્રસરી ગયું હતું, જે તેમના મૃત્યુનું કારણ બન્યું.
આ ઘટના બાદ મૃતક પારૂલબેનના પતિ મયંકભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને તેમણે જણાવ્યું હતું કે, તેમણે પુત્રને પગભર કરવા માટે દેવું કરીને તેને કેનેડા ભણવા મોકલ્યો હતો, પરંતુ તે ઘડપણનો સહારો બનવાને બદલે હત્યારો બની ગયો. આ ઘટનાથી આખો પરિવાર ગહેરા આઘાતમાં છે. પોલીસના જણાવ્યા મુજબ, પોલીસે પુત્ર વ્રજ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમાજમાં કૌટુંબિક સંબંધો અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp