Video: ચર્ચમાં આ રહસ્યમય બેગ, જે કોઈએ વ્હાઇટ હાઉસના રૂમમાંથી ફેંકવામાં આવી! ટ્રમ્પે આપવી પડી સફાઈ
અમેરિકાના વ્હાઇટ હાઉસ સાથે સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાનગી નિવાસસ્થાન સ્થિત બિલ્ડિંગના બીજા માળેથી એક કાળી પ્લાસ્ટિક બેગ અને કોઈ સફેદ વસ્તુ બારીમાંથી ફેંકવામાં આવે છે. આ વીડિયો કથિત રીતે નજીકની હોટલ વોશિંગ્ટનની છત પરથી શૂટ કરવામાં આવ્યો હતો. સોમવારે ઓનલાઈન આવતા જ તે વાયરલ થઈ ગયો. સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો શરૂ થઈ ગઈ. કેટલાકે કહ્યું કે, આ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય સાથે સંબંધિત મામલો હોઈ શકે છે, જ્યારે કેટલાકે તેને ગુપ્ત દસ્તાવેજોના નિકાલ સાથે જોડી દીધો. વ્હાઇટ હાઉસ તરફથી તાત્કાલિક કોઈ સ્પષ્ટતા ન મળતા અટકળો વધુ વધી ગઈ. વીડિયોમાં સમય અને તારીખ જેવી કોઈ માહિતી નહોતી, જેનાથી રહસ્ય વધુ ઘેરું બન્યું.
જ્યારે ફોક્સ ન્યૂઝના રિપોર્ટર પીટર ડુસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વાયરલ વીડિયો અંગે સવાલ કર્યો તો તેમનો જવાબ ચોંકાવનારો હતો. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે, આ વીડિયો અસલી નથી. તેમના મતે વ્હાઇટ હાઉસની બારીઓ સીલબંધ અને બુલેટપ્રૂફ છે, જે ખોલી શકાતી નથી. તેમણે મજાકમાં ઉમેર્યું કે જો કંઈક ખોટું લાગે છે, તો માત્ર AIને દોષ આપી દો.
Someone was tossing stuff out a White House window yesterday. Epstein files? Burn bags? Leftover Big Macs? We may never know the truth... pic.twitter.com/b1rg3d3eDk — John Greenewald, Jr. (@blackvaultcom) September 2, 2025
Someone was tossing stuff out a White House window yesterday. Epstein files? Burn bags? Leftover Big Macs? We may never know the truth... pic.twitter.com/b1rg3d3eDk
ટ્રમ્પે હસતા હસતા એમ પણ કહ્યું કે મેલાનિયાએ તાજેતરમાં ફરિયાદ કરી હતી કે તેમને ક્યારેય તાજી હવા મળતી નથી, પરંતુ હકીકત એ છે કે બારીઓ ખૂબ ભારે અને સંપૂર્ણપણે સીલ કરેલી છે, એટલે તેને ખોલવી અશક્ય છે.
જોકે, વ્હાઇટ હાઉસનું વલણ સંપૂર્ણપણે અલગ હતું. ત્યાંથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વીડિયો અસલી છે. તેમાં દેખાતી વ્યક્તિ કોઈ કોન્ટ્રાક્ટર હતો જે નિયમિત જાળવણીનું કામ કરી રહ્યો હતો. તે સમયે રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં હાજર પણ નહોતા.
આ વીડિયો અંગે ઇન્ટરનેટ પર વિવિધ સિદ્ધાંતો સામે આવી હતી. કેટલાક વપરાશકર્તાઓએ કહ્યું કે તે નવીનીકરણનો કાટમાળ હોઈ શકે છે, કારણ કે કોન્ટ્રાક્ટરો ઘણીવાર બારીમાંથી કાર્પેટ અને પડદા જેવી ભારે વસ્તુઓ ફેંકી દે છે. બીજી તરફ ઘણા લોકોએ મજાકમાં લખ્યું કે તે ગુપ્ત દસ્તાવેજો અથવા એપસ્ટેઇન ફાઇલો હોઈ શકે છે. કેટલાક લોકોએ મેલાનિયા ટ્રમ્પનું નામ પણ ઉમેર્યું અને કહ્યું કે કદાચ તેમનો સામાન પેક કરવામાં આવી રહ્યો છે.
મારુતિ સુઝુકીએ આખરે ભારતમાં તેની નવી SUV વિક્ટોરિસ લોન્ચ કરી છે. આ કારનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે અને તેને ફક્ત 11 હજાર રૂપિયા આપીને બુક કરી શકાય છે. સોશિયલ મીડિયા પર મારુતિની આ કાર વિશે ઘણી ચર્ચા થઈ હતી, લોકો તેની સરખામણી મારુતિની ગ્રાન્ડ વિટારા સાથે કરી રહ્યા છે. જોકે, આ મધ્યમ કદની SUV ગ્રાન્ડ વિટારા પર આધારિત છે અને ઘણી બાબતોમાં તેનાથી સારી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp