અલાસ્કામાં ન થઇ સીઝફાયરની જાહેરાત! જાણો પુતિન-ટ્રમ્પની કોન્ફરન્સની 5 મહત્ત્વપૂર્ણ વાતો
ભારત સહિત વિશ્વભરના દેશો આજે અલાસ્કાના એન્કોરેજમાં યોજાયેલી બેઠક પર નજર રાખી રહ્યા હતા. આ બેઠક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે થઈ હતી. આ બેઠકનો હેતુ સ્પષ્ટ હતો, રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં કામ કરવાનો. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા બંને નેતાઓએ તેને સકારાત્મક પણ ગણાવ્યું. જોકે, યુદ્ધવિરામનો ઉકેલ આવી શક્યો નથી. અમેરિકન રાષ્ટ્રપતિનું કહેવું છે કે ઘણા મુદ્દાઓ પર સહમતિ છે, પરંતુ કેટલાક મુદ્દાઓ ઉકેલાઈ શક્યા નથી.
બંને દેશોના નેતાઓ વચ્ચેની બેઠક શાંતિનો માર્ગ ખોલી શકે છે. જો આ મુદ્દા પર બીજી બેઠક થશે, તો યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. જોકે, હજુ સુધી ઔપચારિક રીતે સ્પષ્ટ નથી કે આગામી બેઠક થશે કે નહીં. પરંતુ, પ્રેસ કોન્ફરન્સના અંતે, પુતિને ટ્રમ્પને કહ્યું કે આગામી બેઠકનું આયોજન મોસ્કોમાં કરવામાં આવે. જેના પર ટ્રમ્પે કહ્યું કે તે આગળ જોવાઇ જશે.
પ્રેસને સંબોધતા પુતિને કહ્યું કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ 2022માં અમેરિકાના રાષ્ટ્રપતિ હોત, તો યુક્રેન સાથે યુદ્ધ ક્યારેય ન થયું હોત. છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા અને રશિયા વચ્ચે વધારે સારા સંપર્કો નહોતા, પરંતુ હવે ખૂબ સારા સીધા સંપર્કો સ્થાપિત થયા છે, જે છેલ્લા 'ખૂબ જ મુશ્કેલ સમયગાળા' બાદ જરૂરી હતું.
તેમણે કહ્યું કે, યુક્રેન સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ઈચ્છા અને ઈમાનદારીથી ઇચ્છા દર્શાવવા બદલ હું ટ્રમ્પનો આભાર માનું છું. આ યુદ્ધનો અંત લાવવા માટે, બધા મૂળ કારણોને દૂર કરવા અને રશિયાની ચિંતાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. હું ટ્રમ્પ સાથે સહમત છું કે યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. મને આશા છે કે પરસ્પર સમજણ યુક્રેનમાં શાંતિ લાવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp