‘ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો, માસાઅલ્લાહ, ભારત પર...’, અમેરિકન સ્કૂલના હુમલાવરે બંદૂક પર લખી ચોં

‘ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો, માસાઅલ્લાહ, ભારત પર...’, અમેરિકન સ્કૂલના હુમલાવરે બંદૂક પર લખી ચોંકાવનારી વાત

08/28/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો, માસાઅલ્લાહ, ભારત પર...’, અમેરિકન સ્કૂલના હુમલાવરે બંદૂક પર લખી ચોં

બુધવારે (27 ઓગસ્ટ 2027) અમેરિકાના મિનિયાપોલિસમાં એક કેથોલિક સ્કૂલમાં આતંકવાદી હુમલો થયો હતો. પ્રાથમિક તપાસ બાદ, FBIએ ફાયરિંગની ઘટનાને આતંકવાદી ઘટના સાથે જોડી દીધી છે અને કહ્યું છે કે આ હુમલા પાછળ ઘરેલુ આતંકવાદ અને ધાર્મિક નફરતનો હાથ છે.

બુધવારે મિનિયાપોલિસમાં સ્કૂલમાં થયેલા ગોળીબારથી ખળભળાટ મચી ગયો હતો. પ્રાર્થના દરમિયાન ચર્ચની બારીઓમાંથી અંદર બેઠેલા બાળકો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ હુમલામાં 3 બાળકોના મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બાદમાં હુમલાખોરે પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.


ન્યૂક ઇન્ડિયાનો અર્થ શું છે?

ન્યૂક ઇન્ડિયાનો અર્થ શું છે?

શૂટરની બંદૂક પર ન્યૂક ઇન્ડિયા અને માશા અલ્લાહ લખેલું હતું. શૂટરની બંદૂકની મેગજિન પર ટ્રમ્પને લઈને પણ શબ્દ લખેલા હતા. તેમાં લખ્યું હતું, ‘ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો’, આ સાથે ઇઝરાયલનું પતન થવું જોઈએ જેવા સંદેશાઓ પણ લખેલા હતા. Nuke Indiaનો અર્થ ભારત પર ન્યૂક્લિયર એટેક કરવાનો છે. એવું માનવામાં આવે છે કે ગોળીબાર કરનાર કોઈ કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારાથી પ્રભાવિત હતો.


હુમલા અગાઉ પોસ્ટ કરેલો વીડિયો

હુમલા અગાઉ પોસ્ટ કરેલો વીડિયો

હુમલા પહેલા, વેસ્ટમેને યુટ્યુબ ચેનલ પર પોતાના નામે વીડિયો અપલોડ કર્યા હતા. વીડિયોમાં તેણે રાઇફલ, શોટગન અને પિસ્તોલ જેવા હથિયારોનો ભંડાર બતાવ્યો હતો. તેણે કહ્યું હતું કે આ નાનું હથિયાર મારા માટે છે, જો જરૂર પડશે તો તેનો ઉપયોગ કરવામાં આવશે. હથિયારો પર લખેલા સૂત્રો તેની કટ્ટરપંથી માનસિકતા દર્શાવે છે. વીડિયોમાં તેણે બે જર્નલનો ઉલ્લેખ કર્યો, જેમાંથી એક 60 પાનાનું અને બીજું 150 પાનાનું હતું, જે પૂરી રીતે સિરિલિક ભાષામાં લખાયેલું હતું. અધિકારીઓનું માનવું છે કે આ જર્નલ તેની હિંસક વિચારધારા અને નફરતનો પુરાવો છે.

રોબિન વેસ્ટમેન એક ટ્રાન્સજેન્ડર હતો. તાજેતરમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રાન્સજેન્ડર અધિકારો પર પ્રતિબંધિત નિર્ણયો લીધા હતા. એવું માનવામાં આવે છે કે આ નીતિઓએ વેસ્ટમેનને વધુ ગુસ્સાથી ભરી દીધો હતો. ટ્રમ્પને હથિયારોથી મારી નાખવાની ધમકી પણ તેનો રાજકીય વિરોધ દર્શાવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top