રશિયાના કામચટકામાં ફરી આવ્યા ભૂકંપના ૭.૮ તીવ્રતાના ઝટકા, સુનામીની ચેતવણી જારી થતા લોકો એ કર્યું

રશિયાના કામચટકામાં ફરી આવ્યા ભૂકંપના ૭.૮ તીવ્રતાના ઝટકા, સુનામીની ચેતવણી જારી થતા લોકો એ કર્યું સ્થળાંતર, જાણો

09/19/2025 World

SidhiKhabar

SidhiKhabar

રશિયાના કામચટકામાં ફરી આવ્યા ભૂકંપના ૭.૮ તીવ્રતાના ઝટકા, સુનામીની ચેતવણી જારી થતા લોકો એ કર્યું

રશિયાના પૂર્વીય પ્રદેશ કામચટકામાં 19 સપ્ટેમ્બર, શુક્રવારે સવારે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા  હતા. અમેરિકન વિજ્ઞાનીઓના સરવે અનુસાર આ ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી જે ઘાતક શ્રેણીમાં આવે છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 10 કિ.મી. ઊંડે હતું. કામચટકા પ્રદેશના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે  જાહેરાત દ્વારા પૂર્વી દરિયાકાંઠે સુનામીની ચેતવણી જારી કરી છે. જોકે, અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી.


લોકોને સ્થળાંતર કરવાની ફરજ

રશિયાનો આ વિસ્તાર વિશ્વના સૌથી વધુ ભૂકંપની રીતે સક્રિય ઝોનમાનો એક છે, જ્યાં પેસિફિક પ્લેટ અને ઉત્તર અમેરિકન પ્લેટ મળે છે.શનિવારે કામચટકાના દરિયાકાંઠે 7.4 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. જો કે પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર (PTWC) એ જણાવ્યું હતું કે આ ભૂકંપથી સુનામીનો ભય નહોતો. કામચાટકાના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં, જેમ કે સેવેરો-કુરિલ્સ્કમાં 3 થી 4 મીટર ઊંચા મોજા નોંધાયા હતા, જેના કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જાપાનની હવામાન એજન્સીએ તેના પેસિફિક કિનારા પર 3 મીટર ઊંચા મોજાઓ માટે પણ ચેતવણી જારી કરી હતી. યુનાઇટેડ સ્ટેટ્સના પશ્ચિમ કિનારાને પણ ચેતવણી જારી કરવામાં આવી હતી.



સૌથી મોટા ભૂકંપો

અગાઉ, 29 જુલાઈ, 2025 ના રોજ, કામચાટકાના દરિયાકાંઠે 8.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેને છેલ્લા દાયકાના સૌથી મોટા ભૂકંપોમાંનો એક અને આધુનિક રેકોર્ડમાં છઠ્ઠા ક્રમનો સૌથી મોટો ભૂકંપ માનવામાં આવતો હતો.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top