ભારતની મોટી ઉપલબ્ધિ! હિન્દુસ્તાને તૈયાર કરી લીધી મેલેરિયાની પહેલી રસી; જાણો આ બીમારી પર કેટલી અસરકારક?
ભારતે આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. લાંબા સમયથી મલેરિયા જેવી જીવલેણ બીમારી સામે લડી રહેલા દેશે હવે તેની સારવાર શોધી કાઢી છે. ભારતે પહેલી વખત પોતાની મેલેરિયાની રસી, AdFalciVax વિકસાવી છે. આ રસી ખાસ કરીને મેલેરિયાના સૌથી ખતરનાક સ્વરૂપ પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે.
ભારત માટે આ એક ઐતિહાસિક પગલું અને ક્ષણ છે કારણ કે દેશ હવે મેલેરિયા સામે આત્મનિર્ભર બની ગયો છે અને વિશ્વને આ દિશામાં માર્ગ બતાવી શકે છે. આ નવી રસીથી ન માત્ર બીમારીઓને અટકાવી શકાશે, પરંતુ ભારતને મેલેરિયા મુક્ત બનાવવાના મિશનને પણ વેગ આપશે. તો ચાલો જાણીએ કે આ મેલેરિયા રસી કેટલી અસરકારક છે.
AdfalciVax એ એક રસી છે, જેને ખાસ કરીને વૈજ્ઞાનિકોએ એવા પ્રકારે ડિઝાઇન કરી છે કે મેલેરિયાના પરોપજીવી શરીરમાં લોહી સુધી પહોંચે તે પહેલાં તેને રોકી દેછે. આનો અર્થ એ છે કે આ રસી બીમારી ફેલાવવાની શરૂઆત ન થાય તે પહેલાં જ શરીરને બચાવી લે છે. બીજો મોટો ફાયદો એ છે કે તે મેલેરિયાના ચેપને એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો અટકાવે છે. આમ તે માત્ર સારવાર જ કરતી નહીં, પરંતુ બીમારીની સાંકળ પણ તોડે છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ 5 ભારતીય કંપનીઓને આ રસીના ઉત્પાદન માટે લાઇસન્સ આપ્યું છે, તેમાં ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિમિટેડ, ટેકઇન્વેન્શન લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ, પેનેશિયા બાયોટેક લિમિટેડ, બાયોલોજિકલ ઇ લિમિટેડ અને ઝાયડસ લાઇફસાયન્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓ હવે રસીનું મોટા પાયે ઉત્પાદન કરશે, અને માનવ પરીક્ષણો બાદ, તે દેશભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. AdfalciVax રસી અત્યંત મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે મેલેરિયાના ખતરનાક પરોપજીવીને શરીરમાં ફેલાતા અટકાવે છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોને આશા છે કે માનવ પરીક્ષણો બાદ જ્યારે આ રસીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે, ત્યારે ભારતને 2030 અગાઉ મેલેરિયા મુક્ત બનાવી શકાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp