કુંવારી હોવા છતા કેમ કરવા ચોથનું વ્રત રાખે છે તાન્યા મિત્તલ? બિગ બોસમાં જણાવ્યું કારણ
ટીવીનો સૌથી વિવાદાસ્પદ શૉ બિગ બોસ, હાલમાં મનોરંજન જગતમાં ધૂમ મચાવી રહ્યો છે. શૉના સ્પર્ધકો ઘણીવાર તેમના ગેમપ્લે અને નિવેદનો માટે ચર્ચામાં રહે છે. જ્યાં અમાલ મલિક નામ લીધા વિના ખુલ્લેઆમ તેની ગર્લફ્રેન્ડ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે, તો તાન્યા મિત્તલ પણ ઘણીવાર લાઈમલાઈટ મેળવતી જોવા મળે છે. આ દરમિયાન એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે એક નિવેદન આપ્યું છે જે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું વિષય બન્યું છે. શૉના નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તાન્યા મિત્તલ નેહા ચુડાસમા અને નીલમ ગિરીને કહે છે કે તે સિંગલ હોવા છતા કરવાચોથનું વ્રત રાખે છે.
બિગ બોસ 19માં જ્યારે નેહા ચુડાસમાએ તાન્યા મિત્તલને પૂછ્યું કે, તું કરવા ચોથનું વ્રત રાખે છે?’ તાન્યા મિત્તલે જવાબ આપ્યો, ‘હા.’ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, ‘તે કોના નામ પર રાખે છે?’ ત્યારે તાન્યાએ જવાબ આપ્યો કે, ‘લગ્ન અગાઉ સારા પતિને માટે કરવામાં આવે છે.’
View this post on Instagram A post shared by JioHotstar Reality (@jiohotstarreality)
A post shared by JioHotstar Reality (@jiohotstarreality)
તાન્યાના શબ્દો સાંભળીને, નેહલે પૂછ્યું કે, આ પતિ સારી પત્ની માટે શું કરે છે? નીલમ ગિરી હસીને બોલી- ‘આટલું બધુ કર્યા બાદ પણ સારો પતિ મળશે તેની શું ગેરંટી છે? તાન્યાએ પોતાની વાત આગળ કરતા કહ્યું કે, ‘આપણે પહેલાથી જ પતિ માટે ઘણું બધું કરીએ છીએ, છતા પણ આપણને સારો પતિ નથી મળતો.’
ત્રણેયની વાતચીત ત્યાં જ ન અટકી. નીલમ ગિરીએ કહ્યું કે, ‘હવે પોતાના માટે કંઈક કરો.’ નેહલે કહ્યું કે, ‘ભગવાને મને ઘણા ઘા આપ્યા છે, હવે મારા અનુભવના આધારે, હું મારા માટે શ્રેષ્ઠ પસંદ કરીશ.’ બીજી તરફ તાન્યાએ કહ્યું કે, ‘હું ખુશ છું. હું જે પણ થશે તેનો સામનો કરીશ. હું તેને વધુ સારું બનાવીશ. પ્રેમમાં અપાર શક્તિ છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp