ભારતના એવા તળાવો જે બદલે છે પોતાનો રંગ, હવામાન બદલાતા જ બદલાઈ જાય છે તેમનો કલર
તમે કદાચ માણસો રંગ બદલવાની કહેવત સાંભળી હશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે તળાવો પણ રંગ બદલે છે? જી હા, દુનિયાભરમાં એવા તળાવો છે જે હવામાન અને સમય સાથે રંગ બદલે છે. આ લેખમાં અમે તમને ભારતના એવા તળાવો વિશે જણાવીશું જે ઋતુઓ અનુસાર રંગ બદલે છે.
પહેલા વાત કરીયે, મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલા લોનાર તળાવની. એવું માનવામાં આવે છે કે તે લગભગ 52,000 વર્ષ અગાઉ ઉલ્કાના ટકરાવાથી બન્યું હતું. સામાન્ય રીતે તે લીલા રંગનું દેખાય છે, પરંતુ 2020માં તે અચાનક ગુલાબી થઈ ગયું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઉનાળામાં પાણીનું સ્તર ઘટવાથી તળાવમાં શેવાળ અને મીઠાનું પ્રમાણ રંગ બદલી નાખે છે. આ જ કારણ છે કે તળાવ સમય-સમય પર રહસ્યમય અંદાજ જોવા મળે છે.
લદ્દાખમાં પેંગોંગ તળાવ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને બોલિવૂડ ફિલ્મ 3 ઇડિયટ્સ બાદ વધુ લોકપ્રિય બન્યું છે. સમુદ્રની સપાટીથી 14,270 ફૂટની ઊંચાઈ પર સ્થિત આ તળાવ લગભગ 134 કિલોમીટર લાંબુ છે. આ સ્પષ્ટ વાદળી પાણીવાળું આ તળાવ અચાનક ભૂખરા રંગનું થઈ જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે સૂર્યપ્રકાશની તીવ્રતા, આકાશમાં વાદળોનો પ્રભાવ અને ઊંચાઈ પર હવામાનમાં થતી વધઘટ તેના રંગને પ્રભાવિત કરે છે.
રાજસ્થાનનું સાંભર સાલ્ટ લેક પણ રંગ બદલતા તળાવોમાંથી એક છે. આ તળાવ ભારતનું સૌથી મોટું ખારા પાણીનું તળાવ છે અને ચોમાસા દરમિયાન તેનો નજારો અદભુત બને છે. વાદળી પાણીની વચ્ચે જાંબલી અને ગુલાબી રંગ દેખાય છે.
સિક્કિમમાં ત્સોમગો તળાવને સ્થાનિક લોકો પવિત્ર માને છે. આ તળાવ બર્ફીલા ગ્લેશિયરથી ભરાય છે અને ઋતુઓ અનુસાર તેનો રંગ બદલે છે. શિયાળામાં તે પૂરી રીતે બરફથી ઢંકાયેલું હોય છે, જ્યારે ઉનાળામાં તે વાદળી અને લીલા રંગના વિવિધ રંગોના શેડ્સમાં દેખાય છે.
છત્તીસગઢના સુરગુજા પ્રદેશમાં આવેલું મૌનપાટ તળાવ, જેને સ્થાનિક લોકો સુરગુજા તાલાબ તરીકે પણ ઓળખે છે, તે એક ઓછું જાણીતું પણ અત્યંત રસપ્રદ તળાવ છે. અહીંની માટી અને પાણીની રચના એવી છે કે પાણીનો રંગ સૂર્યની દિશા અને દિવસના સમય અનુસાર બદલાતો દેખાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp