શિયાળામાં થતો સ્નાયુનો દુઃખાવો ઓમિક્રોનનું લક્ષણ તો નથી ને? : ઓમિક્રોન શોધનાર ડૉક્ટરે 10 પ્રશ્ન

શિયાળામાં થતો સ્નાયુનો દુઃખાવો ઓમિક્રોનનું લક્ષણ તો નથી ને? : ઓમિક્રોન શોધનાર ડૉક્ટરે 10 પ્રશ્નોના જવાબ આપ્યા

12/23/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

શિયાળામાં થતો સ્નાયુનો દુઃખાવો ઓમિક્રોનનું લક્ષણ તો નથી ને? : ઓમિક્રોન શોધનાર ડૉક્ટરે 10 પ્રશ્ન

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. તેમજ ભારતમાં પણ પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, સૌ પ્રથમ આ વેરિયન્ટને શોધી કાઢનાર ડૉ. એન્જેલિક કોએત્ઝી (Dr. Angelique Coetzee) મીડિયા સાથે વાતચીત દરમિયાન લોકોને ઓમિક્રોન વેરિઅન્ટની ભયાનકતા વિશે ચેતવણી આપી.

ડૉ. એન્જેલિક કોએત્ઝીએ મીડિયાને જણાવ્યું હતું કે, વાયરસ દરેક જગ્યાએ છે અને બજાર બંધ કરવાથી કામ નહીં ચાલે. તેમણે કહ્યું કે ઓમીકોન (Omicron)ના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હોવા છતાં પણ સારવાર અને સાવચેતીની જરૂર છે.


WHOએ ઓમીક્રોનને ચિંતાનો વિષય ગણાવ્યો

WHOએ ઓમીક્રોનને ચિંતાનો વિષય ગણાવ્યો

જોકે, દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટ પહેલીવાર મળી આવ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તેને ચિંતાનો વિષય ગણાવ્યો હતો. હવે તેના વધતા ચેપને રોકવા માટે ઘણા દેશોએ નિયંત્રણો લાદી દીધા છે. Omicron કેસમાં વધારો અટકાવવા માટે ભારતમાં ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે.


આવી સ્થિતિમાં, મીડિયા સાથેની વાતચીત દરમિયાન ડૉ. એન્જેલિક કોએત્ઝી ઓમિક્રોન વિશેનાં 10 સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા, જે મોટાભાગના લોકોના મનમાં છે.

આવી સ્થિતિમાં, મીડિયા સાથેની વાતચીત દરમિયાન ડૉ. એન્જેલિક કોએત્ઝી ઓમિક્રોન વિશેનાં 10 સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા, જે મોટાભાગના લોકોના મનમાં છે.

1. જો કુટુંબમાં એક વ્યક્તિને ચેપ લાગ્યો હોય, તો શું અન્ય લોકો સુરક્ષિત છે?

ડૉ. એન્જેલિક કોએત્ઝીએ મીડિયાને જણાવ્યું કે, ઓમિક્રોનનો સ્થાનિક ટ્રાન્સમિશન રેટ ઊંચો છે. એટલે કે જો સાત લોકોના પરિવારમાં એક વ્યક્તિ ઓમીક્રોનથી સંક્રમિત હોય, તો માની લો કે તે અન્ય વ્યક્તિને પણ સંક્રમિત કરશે.

2. શું હળવા ચેપવાળા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે?

હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હોય પણ સારવારની જરૂર હોય જ છે. વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરાયેલા મોટાભાગના કોવિડ દર્દીઓને રસી આપવામાં આવી નથી, જ્યારે જેઓને રસી આપવામાં આવી છે તેઓમાં હળવા લક્ષણો છે.

3. શું ઓમિક્રોન અન્ય લોકો કરતા કેટલાક લોકો માટે વધુ જોખમમાં છે?

વાઇરલ ઇન્ફેક્શનને ઓછું આંકી શકાતું નથી, જો તમારું વજન વધારે હોય અને રસી ન લીધી હોય, તો ઓમિક્રોનથી તમારે સાવચેત રહેવાની જરૂર છે.

4. ઓમિક્રોનના સામાન્ય લક્ષણો શું છે?

ઓમિક્રોનમાં શરૂઆતના લક્ષણો ઉધરસ અને તાવ નથી, પરંતુ સ્નાયુમાં થતો દુખાવો છે. પીઠના નીચેના ભાગમાં થતો દુખાવો એ નવા લક્ષણોમાંનું એક છે, ઉધરસ કરતાં સ્નાયુઓમાં થતો દુખાવો આનું મુખ્ય કારણ છે. અન્ય લક્ષણોમાં શરીરમાં દુખાવો, થાક અને માથાનાં દુખાવાનો સમાવેશ થાય છે.


5. બહાર હરવું ફરવું કેટલું સલામત છે?

બજારો બંધ કરવાથી કે કરફ્યું લગાડવાથી કામ નહીં થાય. રસીઓ આપણને વાયરસથી સુરક્ષિત કરે છે, આપણે વાયરસથી સુરક્ષિત રહેવાની જરૂર છે. જો હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધતી દેખાશે, તો આપણે ફરીથી કડક પગલાં લેવાની જરૂર પડશે.

6. શું COVID અને ન્યુમોનિયા વચ્ચે કોઈ સંબંધ છે?

ડૉ. કોએત્ઝીએ એમ કહીને જવાબ આપ્યો કે, કોરોનાનું નવું વેરિયન્ટ ઓમિક્રોન ઉપલા શ્વસનતંત્ર (મુખ્યત્વે ગળા) પર હુમલો કરે છે. તમને ન્યુમોનિયા (Pneumonia) પણ થઈ શકે છે, જો કે મોટાભાગના કેસો હળવા હોવાનું જાણવા મળ્યું છે.

7. શું બૂસ્ટર ડોઝ લેવો જોઈએ?

ડૉ. કોએત્ઝીએ લોકોને કોવિડ-19 રસીનો બૂસ્ટર ડોઝ (Booster Dose) લેવાની સલાહ આપી છે. તેમણે મીડિયાને કહ્યું કે, 'ભારતમાં બુસ્ટર ડોઝની રસી આપવી જોઈએ'


8. શું લોકડાઉન અસરકારક રહેશે?

તહેવારોની ઉજવણી પછી કેસોમાં વધારો થવાની સંભાવના છે. લોકડાઉન કામ કરશે નહીં. વાયરસ દરેક જગ્યાએ છે, તેથી કોવીડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે. બજાર બંધ કરવાથી કામ નહીં આવે. આપણે વાયરસનો સામનો કરવો પડશે. પરંતુ તેનાથી સાવચેત રહેવાની જરૂર છે.

9. પ્રતિબંધો ક્યારે લંબાવવા જોઈએ?

જ્યારે હોસ્પિટલોમાં દર્દીની સંખ્યામાં વધારો થતો રહેશે, ત્યારે આપણે "ફરીથી સખત પગલાં" લેવાની જરૂર પડશે.

10. શું નવા વર્ષના દિવસે પાર્ટી કરવી સલામત છે?

અત્યારે લોકોમાં ઓમિક્રોનનાં હળવા લક્ષણો દેખાઈ રહ્યાં છે અને તેની અસર પણ હળવી છે, પરંતુ ભવિષ્યમાં વસ્તુઓ બદલાઈ શકે છે.


ડૉ. કોએત્ઝીએ મીડિયાને જણાવ્યું હતું કે, 'દક્ષિણ આફ્રિકામાં સેરોપોઝિટિવિટી (Seropositivity)નો દર ઊંચો છે. ભારતમાં સમાન વલણને જોતાં, કેસોમાં વધારો થઈ શકે છે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top