‘ગીત આખું ગાઈશ બેટા’, વૃદ્ધે દિલ્હી મેટ્રોમાં ગાયું રફીનું ગીત, સજાવી દીધી સૂરોની મેહફિલ, જુઓ વીડિયો
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ની સતત ચેતવણી છતા દિલ્હી મેટ્રોમાં નાચ-ગાન, લડાઇ-ઝઘડા અને હોબાળા ઓછા થોભવાનું નામ લઈ રહ્યા નથી. ગત દિવસોમાં ઘણા એવા વીડિયો સામે આવ્યા જેમાં કેટલાક મેટ્રોમાં અશ્લીલતા કરતા નજરે પડ્યા તો કેટલાક રીલ્સ બનાવવા માટે ફાલતુ હરકત કરતા. ઘણી વખત સીટને લઈને ઝઘડા થાય છે, પરંતુ હાલની ઘટનામાં મેટ્રો નિયમોનું ઉલ્લંઘન તો છે, પરંતુ કદાચ યાત્રી તેને પસંદ કરી રહ્યા છે. તેમાં એક મેટ્રો કોચની અંદર કેટલાક લોકો સાથે એક વૃદ્ધ બેઠો છે, જે 1964માં આવેલી ફિલ્મ ગઝલનું ગીત ‘રંગ ઔર નૂર કી બરસાત કિશે પેશ કરું’ ગાઈ રહ્યો છે.
View this post on Instagram A post shared by Delhi meri Jaan! (@delhi.connection)
A post shared by Delhi meri Jaan! (@delhi.connection)
વ્યક્તિ મોહમ્મદ રફીનું ગીતને એ શિદ્દત અને એટલા સૂરમાં ગઈ રહ્યો છે કે મેટ્રોમાં જ મેહફિલ સજી ગઈ છે. આ દરમિયાન વૃદ્ધ સામે બેઠી સ્ત્રીને કહે છે ગીત આખું ગાઈશ બેટી. ઘણા લોકો આ વ્યક્તિનો વીડિયો બનાવી રહ્યા છે તો કોઈ ધ્યાનથી તેના ગીતને સાંભળી રહ્યું છે. વીડિયોને @delhi.connection નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. લોકો તેના પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. લોકો લખી રહ્યા છે આભાર પહેલી વખત મેટ્રોમાં કંઈક સારું જોવા મળ્યું. એક અન્યએ લખ્યું કે, મેટ્રોમાં નાચ-ગાન કરનારા અને રીલ બનાવનારાઓથી સારું છે સુરીલું ગીત સંભાળવું. જો કે, આ વીડિયો ક્યારનો છે તેની કોઈ જાણકારી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp