જો હોય તમારી પાસે આ નંબરની નોટ તો જીતી શકશો ૩ લાખ રૂપિયા!
સામાન્યરીતે લોકોને અલગ અલગ પ્રકારના સિક્કાઓ, પોસ્ટકાર્ડ અને નોટો સંગ્રહ કરવાનો શોખ હોય છે. જૂના સિક્કાઓને ભેગા કરીને એને ફ્રેમ કરવા એ આજે ટ્રેન્ડ બની ગયો છે. પણ તમારો આ શોખ તમને બનાવી શકે છે ‘લખપતિ’, અને એ પણ કોઈ મહેનત વગર. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવી ખાસ નોટ વિશે, જેના દ્વારા તમને લાખોનું ઇનામ જેકપોટમાં લાગી શકે છે.
તમે 786 નંબરવાળી કોઈ નોટ ભેગી કરો. ત્યારબાદ તમે આ નોટને ebay.com પર જઈને વેચી શકો છો. વેબસાઈટ પર આ નોટની તસ્વીર મુક્યા બાદ જો કોઈ એવો વ્યક્તિ હોય, જેને આ નોટમાં રદ પડે તો તે તમને સંપર્ક કરશે અને તમારી સાથે ભાવતાલ કરશે. અમુક કિંમત મળતાની સાથે જ તમે આ નોટ એ વ્યક્તિને વેચી શકો છો. નક્કી થયેલા પૈસા પણ તમને જલ્દી જ મળી જશે.
આ દેશમાં ધર્મ અને નિયતિમાં ભરોસો રાખનારા લોકોની કોઈ કમી નથી. બીજી તરફ એન્ટિક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવો પણ ઘણા લોકોનો શોખ હોય છે. ઈસ્લામમાં 786 અંકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમજ મુસ્લિમો આ આંકડાને ખૂબ પવિત્ર માને છે. જોકે, આ નંબરને બીજા ધર્મના લોકો પણ ખૂબ ભાગ્યશાળી માને છે.
786 નંબરની નોટ કે કોઈ પણ ચીજવસ્તુ લકી સાબિત થતી હોવાને કારણે લોકો સાચવે છે અને સંગ્રહે છે. તમારે 5, 10, 20, 50, 100, 200, 500, 2000 ની નોટ જેના પર 786 નંબર હોય એને સંગ્રહ કરવાની રહેશે.
તમે આ એન્ટીક નોટોની કમાણી પર સારો નફો મેળવી શકો છો. Ebay વેબસાઇટ પર આવી પસંદ કરેલી નોટોની હરાજી થાય છે. અહીં તમે તમારી નોટની બોલી લગાવી, તમારી કિંમતમાં રસ ધરાવતી વ્યક્તિ સાથે ભાવતાલ કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે આ બિડમાં કોઈપણ ભાગ લઈ શકે છે. આ રીતે તમે તમારી સ્પેશિયલ નંબર 786ની નોટની સિરીઝને અહીં સારી કિંમતે વેચી શકો છો. અત્યાર સુધીની વેચાણકિંમત પર નજર કરીએ તો આવી નોટ માટે 3 લાખ રૂપિયા સુધીની બોલી લાગી છે.
(નોંધ: અહીં આપવામાં આવેલ માહિતી માત્ર જાણકારી માટે છે. કોઈ પણ બાબતનો અમલ કરતા પહેલા યોગ્ય અને સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જરૂરી બને છે.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp