દિલ્હીની હોટેલની એક ભૂલના કારણે મહિલાને મળશે ૨ કરોડ રૂપિયા વળતર!

દિલ્હીની હોટેલની એક ભૂલના કારણે મહિલાને મળશે ૨ કરોડ રૂપિયા વળતર!

09/24/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીની હોટેલની એક ભૂલના કારણે મહિલાને મળશે ૨ કરોડ રૂપિયા વળતર!

નવી દિલ્હી: ઘણી લક્ઝરી હોટેલોમાં રોકાતા લોકોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. જેટલી કિંમત વધારે હોય તેટલી જ મોંઘી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. પરંતુ દિલ્હીની એક હોટેલને આવી એક સુવિધા આપવી ભારે પડી ગઈ હતી. જ્યાં હોટેલમાં આવેલી એક મહિલાની હેરકટ ખરાબ થઇ જતા કોર્ટે હોટેલને મહિલાને ૨ કરોડ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.


શું છે ઘટના?

ઘટના બે વર્ષ પહેલાની છે. જ્યાં આશના રોય નામની મહિલા ૧૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટેલમાં રોકાઈ હતી. આ મહિલાને ઇન્ટરવ્યૂમાં ભાગ લેવાનો હોવાના કારણે તે હોટેલના સલૂનમાં હેરકટ કરાવવા માટે ગઈ હતી. તેણે તેના રેગ્યુલર હેર સ્ટાઈલિશની માગ કરી પરંતુ તે હાજર ન હોવાના કારણે ત્યાં હાજર સ્ટાફે તેને અન્ય હેર સ્ટાઇલિશ ઉપલબ્ધ કરાવ્યો હતો.


મહિલાએ ફરિયાદમાં શું કહ્યું?

મહિલાએ ફરિયાદમાં શું કહ્યું?

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે સતત ધ્યાન રાખ્યા અને વાળને આગળથી ફ્લિક્સ રાખીને પાછળથી ચાર ઇંચ કાપવા માટેના નિર્દેશ આપ્યા છતાં તેના વાળ ખોટી રીતે કાપી નાંખવામાં આવ્યા અને માત્ર ચાર ઇંચ લંબાઈના વાળ રહેવા દેવામાં આવ્યા. મહિલાએ આપેલ ફરિયાદમાં જણાવ્યું કે, હંમેશા તેના વાળ લાંબા રહેતા હતા પરંતુ ITC હોટેલ સ્ટાફની આ ભૂલના કારણે વાળ ગુમાવવા પડ્યા અને થોડાક જ અથવા કહી શકાય કે નહીંવત વાળ રહી ગયા અને તેના કારણે તેણે માનસિક ત્રાસ અનુભવવો પડ્યો હતો.

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ટ્રીટમેન્ટ દરમિયાન એવું પ્રવાહી વાપરવામાં આવ્યું જેનાથી તેના વાળને કાયમી રીતે નુકસાન પહોંચ્યું હતું. જેની ઉપર તપાસ કરનાર કમિશને નોંધ્યું કે, ટ્રીટમેન્ટ દરમિયાન વાપરવામાં આવેલ કેમિકલના કારણે તેની ચામડીને નુકસાન પહોંચ્યું હતું તેમજ ખંજવાળ અને ચામડીમાં બળતરા જેવી સમસ્યાઓ પણ શરૂ થઇ ગઈ હતી.

મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે આ ઘટના બાદ તેણે તેના આગળના તમામ પ્રોજેક્ટ છોડી દેવા પડ્યા જે હેર પ્રોડક્ટના બ્રાન્ડિંગ સાથે સંકળાયેલા હતા. તેમજ તેને ફિલ્મમાં અભિનયનો રોલ પણ ઓફર કરવામાં આવ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.


કમિશને પણ મહિલાના સમર્થનમાં રિપોર્ટ દાખલ કર્યો

કમિશને નોંધ્યું હતું કે મહિલા સિનીયર મેનેજમેન્ટ પ્રોફેશનલ તરીકે કામ કરતી હતી અને કમાણી પણ સારી હતી, પરંતુ હોટેલ દ્વારા તેના વાળની ટ્રીટમેન્ટમાં બેદરકારી દાખવવામાં આવ્યા બાદ તે કામ ઉપર ધ્યાન આપી શકી નહીં અને નોકરી ગુમાવવી પડી. મહિલા કોમ્યુનિકેશન પ્રોફેશનલ તરીકે કામ કરતી હતી અને તેથી તેણે અનેક લોકો સાથે હળવા-મળવાનું થતું હતું પરંતુ નાના વાળના કારણે તે આત્મવિશ્વાસ ગુમાવી બેઠી અને નોકરી પણ!


કોર્ટે ચુકાદો આપતા કહ્યું....

કોર્ટે ચુકાદો આપતા કહ્યું....

કમિશનના રિપોર્ટને ધ્યાનમાં લેતા કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે મહિલાઓ તેમના વાળને લઈને ખૂબ જ સાવચેત રહે છે અને કાળજી પણ ખૂબ રાખે છે. તેમજ તેઓ વાળને સારી સ્થિતિમાં રાખવા માટે ખૂબ પૈસા પણ ખર્ચ કરતા હોય છે.

મહિલાને લઈને કોર્ટે કહ્યું કે, તે હેર પ્રોડક્ટની મોડેલ હતી અને તેનું કારણ જ તેના લાંબા વાળ હતા. તેણે જુદી-જુદી શેમ્પુ બ્રાન્ડ માટે મોડેલિંગ કર્યું હતું. પરંતુ ITC હોટેલ દ્વારા કરવામાં આવેલ હેર કટિંગના કારણે તેણે તેના આગળના પ્રોજેક્ટ પડતા મૂકવા પડ્યા અને મોટું નુકસાન ભોગવવું પડ્યું જેનાથી તેની જીવનશૈલી સંપૂર્ણ બદલાઈ ગઈ અને તેનું મોડેલ બનવાનું સપનું પણ તૂટી ગયું.

એનસીડીઆરસી (National Consumer Disputes Redressal Commission) દ્વારા આ મામલે હોટેલને આઠ અઠવાડિયાની અંદર ફરીયાદીને ૨ કરોડનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top