શ્રીનિવાસ રામાનુજન : વિશ્વને ત્રણ હજાર ગાણિતિક સૂત્રો આપનાર ભારતના મહાન ગણિતશાસ્ત્રી વિશે જાણો

શ્રીનિવાસ રામાનુજન : વિશ્વને ત્રણ હજાર ગાણિતિક સૂત્રો આપનાર ભારતના મહાન ગણિતશાસ્ત્રી વિશે જાણો

12/22/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

શ્રીનિવાસ રામાનુજન : વિશ્વને ત્રણ હજાર ગાણિતિક સૂત્રો આપનાર ભારતના મહાન ગણિતશાસ્ત્રી વિશે જાણો

20મી સદીના ભારતના મહાન અને પ્રખ્યાત ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનનો આજે જન્મદિવસ છે. દર વર્ષે આ દિવસને ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2012માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે (Manmohan Singh) રાષ્ટ્રીય ગણિત દિવસની જાહેરાત કરી હતી, ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે.

શ્રીનિવાસ રામાનુજનનો (SrinivasaRamanujan) જન્મ દક્ષિણ ભારતના કોઈમ્બતુરના ઈરોડ નામના ગામમાં પરંપરાગત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ કોમ્મતમ્મલ અને પિતાનું નામ શ્રીનિવાસ આયંગર હતું.


બૌદ્ધિક વિકાસ સામાન્ય બાળકો જેવો ન હતો

બૌદ્ધિક વિકાસ સામાન્ય બાળકો જેવો ન હતો

બાળપણમાં રામાનુજનનો બૌદ્ધિક વિકાસ સામાન્ય બાળકો જેવો ન હતો. ત્રણ વર્ષની ઉંમર સુધીમાં તો તે બોલતા પણ શીખ્યા ન હતા. જેના કારણે પરિવાર પણ ચિંતામાં મૂકાયો હતો કે તેમનું બાળક ક્યાંક મૂંગું તો નથી ને? તેમને શાળાનું પરંપરાગત શિક્ષણ પસંદ નહોતું. દસ વર્ષની ઉંમરેરામાનુજને પ્રાથમિક પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં સૌથી વધુ ગુણ મેળવ્યા હતા અને વધુ શિક્ષણ માટે ટાઉન હાઈસ્કૂલમાં ગયા.

રામાનુજનને પ્રશ્નો પૂછવા ગમતા હતા. નાનપણથી જ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યત્વે તેઓ ગણિત જાતે જ શીખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા નહોતા.


વિશ્વને ત્રણ હજારથી વધુ ગાણિતિક સૂત્રો આપ્યા

વિશ્વને ત્રણ હજારથી વધુ ગાણિતિક સૂત્રો આપ્યા

રામાનુજને માત્ર 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં નિપુણતા પ્રાપ્ત કરી અને કોઈની મદદ વગર પોતાની જાતે જ ઘણા પ્રમેય વિકસાવ્યા હતા. રામાનુજનનું સંશોધન મુખ્યત્વે સંખ્યાગણિત, અધિભૌમિતિક શ્રેઢીઓ, પરંપરિત અપૂર્ણાંકો, પૂર્ણાંકોનાં વિભાજનો, મૉડ્યુલર વિધેયો વગેરે ક્ષેત્રોમાં હતું. જયારે કમ્પ્યૂટરની શોધ થઈ ત્યારે લાખો દશાંશ સ્થાન સુધી pની ગણતરી માટે તેમનાં જ સૂત્રો કામ લાગ્યાં હતાં. તેમના અન્ય પરિણામોનો ઉપયોગ ભૌતિકશાસ્ત્રમાં, કમ્પ્યૂટરવિજ્ઞાનમાં એમ અનેક જગ્યાએ થઈ રહ્યો છે.

રામાનુજન (Ramanujan) માત્ર ભારતીય જ નહીં પણ વિદેશી ગણિતશાસ્ત્રીઓ માટે પણ પ્રેરણારૂપ છે. 26 એપ્રિલ 1920ના રોજ 33 વર્ષની બહુ નાની ઉંમરે બીમારીને કારણે તેમનું અવસાન થયું. તેમના જીવન દરમિયાનતેમણે વિશ્વને ત્રણ હજારથી વધુ ગાણિતિક સૂત્રો આપ્યા


1991માં તેમના જીવનચરિત્ર પર આધારિત 'ધ મેન હુ નો ઇન્ફિનિટી' નામનું પુસ્તક પ્રકાશિત થયુ હતું. આ જ નામથી રામાનુજન પર એક ફિલ્મ પણ બની હતી.


માનવતાના વિકાસ માટે ગણિતનું મહત્વ

આ દિવસની ઉજવણી પાછળનો હેતુ માનવતાના વિકાસ માટે ગણિતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. દેશની યુવા પેઢીમાં ગણિત શીખવા પ્રત્યે સકારાત્મક વલણને પ્રેરિત કરવા, પ્રોત્સાહિત કરવા અને વિકસાવવા માટે ઘણી પહેલ કરવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top