Gujarat Weather Forecast: ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે સ્થિત કફોડી બની રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી વિસ્તારમાં તો ભારે વરસાદના કારણે લોકોના ઘરની અંદર પણ કેડસમા પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળાંતર હાથ ધરવું પડ્યું હતું.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતને હજી ચેતવાની આગાહી કરી છે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના લોકોને હજી અનેક મુશ્કેલી વેઠવી પડી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાને બુધવારે (25 જૂન) રેડ ઍલર્ટ જાહેર કર્યા છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના બે જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે. આ ઉપરાંત બીજા 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આશંકા છે. રાજ્યના બાકીના જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું જ્યાં હળવાથી મધ્યમ સ્તરે છૂટોછવાયેલો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે જાહેર કર્યા ઍલર્ટ
રેડ ઍલર્ટઃ નર્મદા, તાપી
ઑરેન્જ ઍલર્ટઃ દાહોદ, છોટા ઉદેપુર, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગરહવેલી, દમણ.
યલો ઍલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ.
25 જૂન: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર તથા
26 જૂન: નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ છે.
27 જૂન: રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે.
28-29 જૂન: દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ.