જૂનાગઢમાં રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ, કહ્યું - 'હવે છેક સંઘર્ષગ્રસ્ત રાજ્યની મુલાકાત "મો

જૂનાગઢમાં રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ, કહ્યું - 'હવે છેક સંઘર્ષગ્રસ્ત રાજ્યની મુલાકાત "મોટી વાત" નથી, "વોટ ચોરી"....'જાણો સમગ્ર વાત

09/13/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

જૂનાગઢમાં રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ, કહ્યું - 'હવે છેક સંઘર્ષગ્રસ્ત રાજ્યની મુલાકાત

ગુજરતની મુલાકાતે પધારેલ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે જઈ રહેલા પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરના રોજ મિઝોરમ અને મણિપુરની મુલાકાત લેવાના છે. ત્યારે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, 'મણિપુર ઘણાં લાંબા સમયથી સંકટમાં છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છેક હવે આ સંઘર્ષગ્રસ્ત રાજ્યની મુલાકાત કોઈ "મોટી વાત" નથી, કારણ કે વર્તમાનમાં "વોટ ચોરી" જ દેશનો મુખ્ય મુદ્દો છે. તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી જનાદેશની ચોરી કરી છે. દેશભરના લોકો વડાપ્રધાનને વોટ ચોર કહી રહ્યા છે.'


પીએમ મોદીની મણિપુર મુલાકાત

પીએમ મોદીની મણિપુર મુલાકાત

વડાપ્રધાન મોદીની મણિપુરમાં મે, 2023માં કુકી અને મૈતઈ સમુદાયો વચ્ચે થયેલા કોમી સંઘર્ષ બાદ આ  પ્રથમ મુલાકાત છે. મણિપુરમાં હિંસા થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અવારનવાર મણિપુરની મુલાકાત લઈ ચૂક્યા છે. જ્યારે વડાપ્રધાન મોદી હિંસાના 27 મહિના બાદ મણિપુરની મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી કુકી અને મૈતેઈ સમુદાયોના પ્રતિકાત્મક કેન્દ્રો ચુરાચાંદપુર અને ઈમ્ફાલમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે. નિષ્ણાતો અનુસાર, તેઓ બંને સમુદાયો વચ્ચે સંતુલન સ્થાપિત કરવા તેમજ વર્તમાન માનવીય-રાજકીય સંકટમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરશે. વડાપ્રધાન મોદી ઈમ્ફાલના કાંગલા કિલ્લામાં એક જાહેર સભાને સંબોધિત કરશે. અને મણિપુરમાં રૂ. 8500 કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે.


રાહુલ ગાંધીનું કોંગ્રેસના પ્રમુખોને ખાસ સંબોધન

રાહુલ ગાંધીનું કોંગ્રેસના પ્રમુખોને ખાસ સંબોધન

જૂનાગઢ ખાતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના 10 દિવસીય તાલીમ કેમ્પમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને પાંડવ અને ભાજપ-આરએસએસને કૌરવ કહીને સંબોધિત કર્યા હતા. અને કહ્યું હતું કે, આ સંઘર્ષમાં અંતે તેઓ જીતશે અને જનતા સાથે મળીને 'વોટ ચોરો'ને ગદ્દી છોડવા મજબૂર કરશે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ ચોરી લેવાઈ હતી, જ્યારે કર્ણાટકમાં તેઓએ તે સાબિત કરી દીધું છે.

રાહુલ ગાંધીએ 41 જિલ્લા પ્રમુખોને સંબોધતા કહ્યું હતું કે, "તમારે માત્ર તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એકાગ્ર થઈને કામ કરો અને એવું કાર્ય કરો જે ઉદાહરણ બને. તમને મોટી જવાબદારી આપવામાં આવી છે, ક્યારેય પોતાના કામ ઉપરથી ધ્યાન હટાવશો નહીં. આ દરમિયાન તેમણે પાર્ટી નેતાઓને ભરોસો ન તોડવાની અપીલ કરી હતી.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top