INDIA ગઠબંધને જાહેર કર્યા પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર? રહી ચુક્યા છે સુપ્રિમકોર્ટના જજ!? જ

INDIA ગઠબંધને જાહેર કર્યા પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર? રહી ચુક્યા છે સુપ્રિમકોર્ટના જજ!? જાણો વિગતો.

08/19/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

INDIA ગઠબંધને જાહેર કર્યા પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર? રહી ચુક્યા છે સુપ્રિમકોર્ટના જજ!? જ

સત્તા પક્ષ એનડીએ બાદ વિપક્ષે અનેક મથામણોના અંતે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીની ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદગી કરી છે. I.N.D.I.A ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જાહેરાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જેના પરિણામ તે જ દિવસે જાહેર થશે.


કોણ છે બી સુદર્શન રેડ્ડી?

કોણ છે બી સુદર્શન રેડ્ડી?

સુદર્શન રેડ્ડીનો જન્મ 8 જુલાઈ 1946ના રોજ આંધ્રપ્રદેશના રંગા રેડ્ડી જિલ્લાના અકુલા માયલારમ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે. સુદર્શન રેડ્ડીની 12 જાન્યુઆરી 2007મા સુપ્રીમ કોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂંક કરવામાં આવી અને તેઓ 8 જુલાઈ 2011ના નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ તેમણે માર્ચ 2013મા ગોવાના પ્રથમ લોકાયુક્તના રૂપમાં કાર્યકાર સંભાળ્યો, પરંતુ ઓક્ટોબર 2013મા વ્યક્તિગત કારણોને લીધે રાજીનામું આપી દીધું હતું.  

પોતાના કરિયરની શરૂઆત રેડ્ડીએ સિવિલ અને બંધારણીય મામલાની પ્રેક્ટિસથી કરી અને આંધ્ર પ્રદેશના સીનિયર એડવોકેટ કે. પ્રતાપ રેડ્ડીની સાથે કામ કર્યું હતું. ત્યારબાદ 8 ઓગસ્ટ 1988ના તેમની આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં સરકારી પ્લીડર તરીકે નિમણૂંક કરવામાં આવી અને તેઓ કેન્દ્ર સરકારના એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સલ બન્યા. 1993ના આંધ્રપ્રદેશ હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને ઉસ્માનિયા યુનિવર્સિટીના લીગલ એડવાઇઝર પણ રહ્યાં. ન્યાયીક કરિયરમાં આગળ વધતા રેડ્ડી 2 મે, 1993ના આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા. ત્યારબાદ 5 ડિસેમ્બર, 2005ના ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા.


સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

 NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ રવિવારે જાહેર કર્યું હતું. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ અંગે જણાવ્યું હતું કે, સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. હાલમાં સી.પી. રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ ફાઈનલ કરવા માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સૌએ સહમતિ આપી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top