નેપાળમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ, GEN-Zના પ્રદર્શનકારીઓએ ફરી ઘેરી સંસદ, આ દેશમાં જવાની તૈયારીમાં PM ઓલી
થોડા દિવસ અગાઉ નેપાળ સરકારે સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવી દીધો હતો, ત્યારબાદ ગઇકાલે નેપાલમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ આ વિરોધ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કરી લીધું અને તેમાં 21 લોકોના મોત થઈ ગયા, જ્યારે 300 કરતાં વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારબાદ ગઇકાલે રાત્રે નેપાળ સરકારે 21 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો હતો, એ છતા મંગળવારે સવારથી જ સંસદ ભવનની બહાર પ્રદર્શનકારીઓ વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
સવારથી રાજધાનીમાં કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યું હોવા છતા, રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન, પ્રધાનમંત્રી નિવાસસ્થાન, સિંહ દરબાર અને સંસદ ભવનની આસપાસ પ્રતિબંધો યથાવત છે. તો, મંત્રી નિવાસસ્થાન અને મુખ્ય પક્ષોના કાર્યાલયોની આસપાસ આજે IT મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે કહ્યું હતું કે નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી દીધો છે અને તે ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવામાં આવશે.
ગૃહમંત્રી રમેશ લેખકના ઘરમાં વિરોધ પ્રદર્શન કરનારાઓએ તોડફોડ કરી અને આગ લગાવી દેવામાં આવી. તો કીર્તિપુર નગરપાલિકાની ઇમારતને આગ ચાંપી દેવામાં આવી.
નેપાળી કોંગ્રેસના પ્રમુખ અને શાસક પક્ષના નેતા શેર બહાદુર દેઉબાના ઘરમાં આગચંપી, અનેક વાહનોને નુકસાન થયું.
ઓલીના પક્ષના નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન રઘુવીર મહાસેઠના ઘર પર પથ્થરમારો.
લલિતપુરમાં CPN માઓવાદી પ્રમુખ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ના નિવાસસ્થાન પર હુમલો અને આગચંપી.
વિરોધ પ્રદર્શનો વચ્ચે ગૃહમંત્રી, કૃષિમંત્રી અને આરોગ્યમંત્રીએ રાજીનામું આપ્યું.
નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી દુબઈ જવાની યોજના બનાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ સારવાર માટે દુબઈ જવાની તૈયારી કરી રહ્યા છે. નેપાળની ખાનગી એરલાઇન હિમાલય એરલાઇન્સને સ્ટેન્ડબાય રહેવાનું કહેવામાં આવ્યું છે. સરકારમાં અનેક મંત્રીઓના રાજીનામા બાદ, વડાપ્રધાન ઓલીએ તેમના નજીકના સહાયકોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. તેમણે નાયબ વડાપ્રધાનને કાર્યકારી જવાબદારી સોંપી છે. આ દરમિયાન વડાપ્રધાનની દુબઈ મુલાકાતની તૈયારીઓ અંગે રાજકીય કોરિડોરમાં ચર્ચાઓ ચાલી રહી છે અને જનતામાં પણ તણાવ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp