‘ન માન્યા તો ખરાબ પરિણામ આવશે..’, રોષે ભરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે કોને આપી નાખી ધમકી?

‘ન માન્યા તો ખરાબ પરિણામ આવશે..’, રોષે ભરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે કોને આપી નાખી ધમકી?

09/08/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘ન માન્યા તો ખરાબ પરિણામ આવશે..’, રોષે ભરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે કોને આપી નાખી ધમકી?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને અંતિમ ચેતવણી આપી દીધી છે. તેમણે રવિવારે ચેતવણી આપી હતી કે, હમાસે ગાઝામાં બંધકોને મુક્ત કરવાની ડીલ પર સહમત થવું જોઈએ. ટ્રમ્પે આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ પણ શેર કરી છે. ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલે મારી શરતો સ્વીકારી લીધી છે, હવે હમાસે પણ સહમત થવું જોઈએ.

ટ્રમ્પે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને ગાઝામાં બંધકોને મુક્ત કરવાની ડીલ સ્વીકારવા પણ કહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, દરેક વ્યક્તિ બંધકોને ઘરે પાછા લાવવા માગે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે આ યુદ્ધનો અંત આવે! ઇઝરાયલીઓએ મારી શરતો સ્વીકારી લીધી છે. હવે હમાસ માટે પણ સહમત થવાનો સમય આવી ગયો છે. મેં હમાસને ચેતવણી આપી છે કે જો તેઓ ન માન્યા, તો તેમને પરિણામ ભોગવવા પડશે. આ મારી છેલ્લી ચેતવણી છે, હવે વધારે નહીં! આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.'


ટ્રમ્પે હમાસ સમક્ષ કઈ શરત રાખી?

ટ્રમ્પે હમાસ સમક્ષ કઈ શરત રાખી?

સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, ટ્રમ્પે શનિવારે હમાસ સમક્ષ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ અંતર્ગત, હમાસે યુદ્ધવિરામના પહેલા દિવસે બાકીના 48 બંધકોને મુક્ત કરવા પડશે, જ્યારે બદલામાં ઇઝરાયલમાં બંધ હજારો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે. અહેવાલ મુજબ, એક ઇઝરાયલી અધિકારીએ કહ્યું છે કે ઇઝરાયલ ટ્રમ્પના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.


હમાસે ઇઝરાયલ સામે ગંભીર આરોપો લગાવ્યા

હમાસે ઇઝરાયલ સામે ગંભીર આરોપો લગાવ્યા

હમાસને ત્રણ બંધકોને મુક્ત કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં આમ ન કર્યું. હમાસે ઇઝરાયલ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે, એટલે જ બંધકોને મુક્ત કરવામાં આવી રહ્યા નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top