પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચેલા સાંસદે કર્યું એવું કામ કે લોકો કસી રહ્યા છે તંજ, જુઓ વાયર

પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચેલા સાંસદે કર્યું એવું કામ કે લોકો કસી રહ્યા છે તંજ, જુઓ વાયરલ વિડીયો

09/08/2025 National

SidhiKhabar

SidhiKhabar

પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચેલા સાંસદે કર્યું એવું કામ કે લોકો કસી રહ્યા છે તંજ, જુઓ વાયર

કોંગ્રેસના કટિહારના સાંસદ તારિક અનવર રવિવારે તેમના સમર્થકો સાથે બરારી અને મનિહારી વિધાનસભાના પૂરગ્રસ્ત અને ધોવાણવાળા વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા હતાં. જે દરમિયાન સાંસદ તરીક અનવરે નાવ અને ટ્રેક્ટર પર બેસીને ગામવાસીઓને મળી તેમની સમસ્યાઓ સાંભળી હતી. પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન સાંસદ તારિક અનવર કાદવ-પાણી જોઈને એક યુવકના ખભા પર ચડી ગયા હતા.  


ખભા પર બેસીને નિરીક્ષણ કરવાનો વીડિયો વાઈરલ


ઉત્તર ભારતમાં વરસાદની તબાહી બાદ ગંગા નદીનું જળસ્તર ઘટવાની સાથે જ કટિહારના ધુરીયાહી પંચાયતમાં ધોવાણ ઝડપી બન્યું છે. જેની સમિક્ષા કરવા કોંગ્રેસ સાંસદ તારિક અનવર રવિવારે ધુરીયાહી પહોંચ્યા હતા. દરમિયાન અહીં શિવનગર અને સોનાખાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કરતી વખતે, જ્યારે તેઓ ધોવાણવાળી જગ્યા નજીક પહોંચ્યા ત્યારે રસ્તામાં ખૂબ જ કાદવ અને પાણી જોવા મળ્યું. આ કાદવ-કીચડમાં પોતાના કપડા ખરાબ ન થાય અને તેમણે ગંદકીનો વધું સામનો ન કરવો પડે તેથી કોંગ્રેસના આ સાંસદે સ્થાનિક લોકોના ખભા પર ચડીને ધોવાણવાળા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. જોત જોતામાં ખભા પર બેસીને નિરીક્ષણ કરવાનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.


કોંગ્રેસ સાંસદની સ્પષ્ટતા

કોંગ્રેસ સાંસદની સ્પષ્ટતા

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ સાંસદને ખભા પર ઊંચકીણે પહેલા કાદવ અને પછી પાણીથી ભરેલા રસ્તા પરથી લઈ જઈ રહ્યો છે. સાથે જ, અમુક લોકોએ સાંસદને પકડી પણ રાખ્યા છે જેથી તેઓ નીચે ન પડી જાય. આ બાબતે સાંસદ તારિક અનવરે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે, તેઓ ધોવાણવાળા વિસ્તારનું નિરીક્ષણ કરવા ગયા હતા. રસ્તામાં કાદવ અને પાણી હતું. ત્યારે સ્થાનિક લોકોએ કહ્યું કે, અમે તેમને ખભા પર બેસાડીને ધોવાણવાળી જગ્યા સુધી લઈ જઈશું. અને તેઓ સ્થાનિક લોકોની વિનંતીને ના ન કહી શક્યા અને તેમના કહેવાથી તેમણે આમ ખભા પર ચડીને વિસ્તારનું નિરીક્ષણ કર્યું. પરંતુ તેમનો આ વિડીયો વાયરલ થયા બાદ લોકો તેમના પર કટાક્ષ કરી તંજ કસી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top