આજે લોન્ચ થશે એપલ આઈફોન 17 સીરીઝના ફોન, જાણો ભારતમાં ઇવેન્ટ લાઈવ કેવી રીતે જોઈ શકાય છે
આજે iPhone 17 Pro, iPhone 17 Pro Max અને iPhone 17 Air જેવા iPhone 17 સિરીઝના ફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. ભારતમાં લોન્ચ ઇવેન્ટ કેવી રીતે જોઈ શકાય છે તે જાણો. ટેક જાયન્ટ એપલ 9 સપ્ટેમ્બરના રોજ Awe Droping ઇવેન્ટમાં iPhone 17 સિરીઝના ફોન લોન્ચ કરવા જઈ રહી છે. iPhone ચાહકો લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. આ ઇવેન્ટમાં ફક્ત iPhone 17 સિરીઝના ફોન જ લોન્ચ કરવામાં આવશે નહીં, પરંતુ AirPods અને Apple Watch સાથે બીજી ઘણી વસ્તુઓ પણ લોન્ચ કરવામાં આવી શકે છે. જ્યારે પણ Apple દર વર્ષે iPhone સિરીઝના નવા ફોન લોન્ચ કરે છે, ત્યારે સપ્ટેમ્બર મહિનામાં એક મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે.
આઇફોન 17 સિરીઝનો લાઇવ ઇવેન્ટ મંગળવારે પેસિફિક સમય મુજબ સવારે 10:00 વાગ્યે કેલિફોર્નિયાના ક્યુપરટિનો સ્થિત એપલના મુખ્યાલયમાં શરૂ થશે. ભારતીય સમય મુજબ, આ ઇવેન્ટ રાત્રે 10:30 વાગ્યે લાઇવ જોઈ શકાશે.
જો તમે પણ એપલના આઇફોન 17 સિરીઝના લોન્ચ ઇવેન્ટને લાઇવ જોવા માંગતા હો, તો તમે તેને એપલની સત્તાવાર વેબસાઇટ www.apple.com, એપલ ટીવી એપ્લિકેશન અથવા એપલની સત્તાવાર યુટ્યુબ ચેનલ દ્વારા લાઇવ જોઈ શકો છો.
એપલ આઈફોન 17 સિરીઝના મોડલ્સ
આ વખતે Apple iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max લોન્ચ થઈ શકે છે.
આ સૌથી ખાસ મોડેલ છે
iPhone 17 શ્રેણીના તમામ મોડેલોમાં સૌથી ખાસ મોડેલ iPhone 17 Air હશે. જે 6.6-ઇંચ ડિસ્પ્લે અને 5.5mm જાડાઈ સાથે ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, iPhone 17 Pro માં સંપૂર્ણપણે નવી આઇલેન્ડ ડિઝાઇન મળી શકે છે. Pro Max વિશે વાત કરીએ તો, તેમાં 6.9-ઇંચની સ્ક્રીન હોઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp