Video: મતદાન અગાઉ નારાજ થયા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી, કોને લગાવી ફટકાર?

Video: મતદાન અગાઉ નારાજ થયા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી, કોને લગાવી ફટકાર?

09/09/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: મતદાન અગાઉ નારાજ થયા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી, કોને લગાવી ફટકાર?

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી આજે થઈ રહી છે, મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન, પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન કર્યું છે. તો મતદાન અગાઉ INDIA ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા મીડિયા સમક્ષ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેમનો પક્ષ અને ગઠબંધન આ ચૂંટણી જીતશે.

સુદર્શન રેડ્ડીએ સ્પષ્ટતા કરી કે તેમનો પ્રયાસ માત્ર લોકોના અંતરાત્માના અવાજને જાગૃત કરવાનો છે અને તેમનો ઉદ્દેશ્ય મતદારોને સાચી દિશા બતાવવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે તેમણે કોઈપણ પ્રકારના ક્રોસ-વોટિંગ વિશે વાત કરી નથી અને ન તો એવું કંઈ કરવાની કોઈ યોજના છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે તમને લઈને ઘણી વાતો કહી છે, એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ‘તમે શું પૂછો છો ભાઈ! કેટલા દિવસો બાદ તમે આ સવાલ પૂછી રહ્યા છો. શું હું દરરોજ એક જ વાત કહેતો રહીશ?’


બી. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહ્યા છે

બી. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહ્યા છે

INDIA બ્લોકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી. સુદર્શન રીદી સુદર્શન રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. વિપક્ષ આ ચૂંટણીને એક એવા નેતા અને ન્યાયાધીશ વચ્ચેની સ્પર્ધા ગણાવી રહ્યું છે જે બંધારણના મૂલ્યોનું રક્ષણ કરે છે અને ASSની વિચારધારાથી અલગ દૃષ્ટિકોણ ધરાવે છે. જસ્ટિસ રેડ્ડી અગાઉ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને ગોવાના લોકાયુક્ત રહી ચૂક્યા છે.


જીત માટે જાદુઈ આંકડો શું છે?

જીત માટે જાદુઈ આંકડો શું છે?

હાલમાં, લોકસભામાં 542 સાંસદો અને રાજ્યસભામાં 239 સાંસદો છે, એટલે કે, બંને ગૃહોના કુલ સભ્યોની સંખ્યા 781 છે. કોઈપણ ઉમેદવારને જીતવા માટે 391 સાંસદોના સમર્થનની જરૂરિયાત રહેશે. આ દરમિયાન નવીન પટનાયકની BJD, ચંદ્રશેખર રાવની BRS અને શિરોમણી અકાલી દળે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. આ ત્રણેય પક્ષો પાસે કુલ 12 સાંસદો છે, જેનાથી હવે કુલ સાંસદોની સંખ્યા ઘટીને 669 થઈ જાય છે. આ મુજબ, રાધાકૃષ્ણન અથવા સુદર્શન રેડ્ડીને જીતવા માટે માત્ર 385 સાંસદોના સમર્થનની જરૂર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top