'દબંગ'ના ડાયરેક્ટર આ શું કહી ગયા! કે 'સલમાનને અભિનયમાં કોઈ ખાસ રસ નથી, તે એક ગુંડો...' જાણો શું કહ્યું?
બોલીવુડના જાણીતા ડાયરેક્ટર અભિનવે સલમાન ખાન સામે ફરી એકવાર વ્યંગ કર્યો છે. અભિનવે સલમાન ખાન અને તેના પરિવાર પરને ગુંડા સાથે સરખાવતા આરોપ લગાવ્યો છે. અભિનવે સલમાનની સુપરહિટ ફિલ્મ 'દબંગ'ને ડાયરેક્ટ કરી હતી. અને ત્યારબાદ તેનો સલમાન સાથે ઝગડો થયો હતો. પરંતુ હવે ફરી એકવાર ડાયરેક્ટર અભિનવે સલમાન ખાન અને તેના પરિવારને લઈને મોટી વાત કહી છે.
ડાયરેક્ટર અભિનવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાનને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે. તેણે વધુમાં કહ્યું હતું કે, 'સલમાનને અભિનયમાં કોઈ ખાસ રસ નથી. તે છેલ્લા 25 વર્ષથી માત્ર સેલિબ્રિટી હોવાનો પાવર દેખાડે છે. અને તે સેટ પર આવીને અમારી ઉપકાર કરતો હોય તેવું બતાવે છે. મે ફિલ્મ દબંગનું દિગ્દર્શન કર્યું છે પણ મને આ વાતની જરા સરખી જાણ નહોતી કે, તે એક ગુંડો પણ છે. સલમાન ખૂબ અહંકારી અને ખરાબ માણસ છે.'
આ ઉપરાંત અભિનવે ઇન્ટરવ્યૂમાં સલમાનના પરિવારને લઈને પણ ઘણી બધી વાત કહી હતી. અભિનવે કહ્યું કે, 'સલમાને બોલિવૂડમાં પોતાની સ્ટારડમ ઊભી કરી છે. તે એક એવા ફિલ્મી પરિવારથી આવે છે જે ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષોથી છે. તે માત્ર આ પ્રોસેસને કંટ્રોલ સાથે આગળ વધારી રહ્યો છે. જો તમે તેની પ્રોસેસ પ્રમાણે નહીં ચાલો તો તે તમારા પાછળ પડી જશે.' ઉલ્લેખનીય છે કે અભિનવ અનુરાગ કશ્યપનો નાનો ભાઈ છે. તેણે એ પણ જણાવ્યું હતું કે, 'દબંગ ફિલ્મ બનાવતા પહેલા જ અનુરાગે મને ચેતવણી આપી હતી કે તું સલમાન સાથે ફિલ્મ બનાવી નહીં શકે, પણ તેણે એ નહતું જણાવ્યું કે, શા માટે હું સલમાન સાથે ફિલ્મ નહીં બનાવી શકું. અનુરાગે એવું વિચાર્યું કે હું સલમાન સાથે કામ કરીને ખૂબ હેરાન થઈ જઈશ, કારણકે તે સલમાનના સ્વભાવને જાણે છે.'
જ્યારે વર્ષ 2010માં દબંગ હિટ થઈ, ત્યારે ખાન પરિવારે અભિનવને તેનો ભાગ 2 પણ દિગ્દર્શિત કરવા કહ્યું ત્યારે તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. અભિનવે આરોપ લગાવતા કહ્યું હતું કે, જ્યારે તેણે દબંગ 2 બનાવવાનો ઇનકાર કર્યો, ત્યારે ખાન પરિવારે તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી. ત્યારથી, અભિનવ સુપરસ્ટાર અને પરિવાર વિરુદ્ધ બોલતો જોવા મળે છે. જો કે, સલમાને ક્યારેય અભિનવના કટાક્ષભર્યા નિવેદનનો જાહેરમાં જવાબ આપ્યો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp