દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો; જન સુનાવણી દરમિયાન શખ્સે મારી દીધો લાફો!

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો; જન સુનાવણી દરમિયાન શખ્સે મારી દીધો લાફો!

08/20/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો; જન સુનાવણી દરમિયાન શખ્સે મારી દીધો લાફો!

બુધવારે સાપ્તાહિક જાહેર સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયાના સમાચાર છે. આ ઘટના મુખ્યમંત્રી નિવાસસ્થાને જન સુનાવણી દરમિયાન બની હતી. આરોપી વ્યક્તિને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે મુખ્યમંત્રી જન સુનાવણી કરી રહ્યા હતા. તે સમયે, એક વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે મુખ્યમંત્રીને લાફો મારી દીધો. આ વ્યક્તિને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે.


BJPના નેતાઓએ આ મામલે શું કહ્યું?

BJPના નેતાઓએ આ મામલે શું કહ્યું?

દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકરે એમ પણ જણાવ્યું હતું કે, એક વ્યક્તિ જન સુનાવણીના બહાને મુખ્યમંત્રી રેખા ગુપ્તા પાસે પહોંચ્યો હતો. તેણે પહેલા મુખ્યમંત્રીને કેટલાક કાગળો આપ્યા, પછી બૂમો પાડવા લાગ્યો અને માફો મારી દીધો. આરોપીને સિવિલ લાઇન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનાર આરોપી વ્યક્તિની ઉંમર 35 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દિલ્હી ભાજપે આ ઘટનાની નિંદા કરી છે. ભાજપના નેતા રમેશ બિધુડીએ કહ્યું કે મને લાગે છે કે રેખા ગુપ્તા પર હુમલો કરવાનો આ પ્રયાસ જન સુનાવણીને પાટા પરથી ઉતારવાના ઈરાદાથી કરવામાં આવ્યો છે.

ભાજપના નેતા તજિન્દર બગ્ગાએ કહ્યું કે, જન સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના સમાચારથી હું હેરાન છું. હું તેમની સુરક્ષા અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. બજરંગબલી તમારા પર કૃપા બનાવી રાખે.


AAP અને કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું?

AAP અને કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું?

આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીના મુખ્યમંત્રી પર થયેલા હુમલાની નિંદા કરી છે. AAP નેતા અનુરાગ ઢાંડાએ કહ્યું કે, દિલ્હી પોલીસ મામલાની તપાસ કરી રહી છે. અમારી પાર્ટીનું આ પ્રકારના મામલાઓ પર સ્પષ્ટ વલણ છે.

પોલીસનું કહેવું છે કે, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મુખ્યમંત્રી આવાઅસ પર પહોંચી ગયા છે અને ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ ઘટના પર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP નેતા આતિષીએ કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી પર થયેલો હુમલો નિંદાનીય છે. લોકતંત્રમાં અસહમતી અને વિરોધની જગ્યા હોય છે, પરંતુ હિંસા માટે કોઈ જગ્યા નથી. આશા છે કે દિલ્હી પોલીસ દોષીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરશે. આશા છે કે મુખ્યમંત્રી પૂરી રીતે સુરક્ષિત છે.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવે કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મુખ્યમંત્રી આખી દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે અને મને લાગે છે કે આ પ્રકારની ઘટનાઓની નિંદા થવી જોઇયે. પરંતુ આ ઘટનાએ મહિલા સુરક્ષાની પોલ ખોલી દીધી છે. જો દિલ્હીના મુખ્યમંત્રી જ સુરક્ષિત નથી તો એક સામાન્ય મહિલા દિલ્હીમાં કેવી રીતે સુરક્ષિત હોય શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top