નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીનું રાજીનામું, બોલેન શાહે GEN-Zના આંદોલનકારીઓને કરી આ આપીલ

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીનું રાજીનામું, બોલેન શાહે GEN-Zના આંદોલનકારીઓને કરી આ આપીલ

09/10/2025 World

SidhiKhabar

SidhiKhabar

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીનું રાજીનામું, બોલેન શાહે GEN-Zના આંદોલનકારીઓને કરી આ આપીલ

નેપાળમાં સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ મંગળવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. હવે નેપાળની કમાન સેનાના હાથમાં છે. કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ કાઠમંડુના મેયર અને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય નેતા બાલેન શાહે પ્રદર્શંકારીઓને સંયમ રાખવા અને આંદોલન બંધ કરવાની અપીલ કરી છે.

બાલેન શાહે કહ્યું કે, ‘અમે સ્પષ્ટપણે કહી દીધું છે કે આ GEN-Zનું આંદોલન છે. પ્રિય GEN-Z તમારા હત્યારાનું રાજીનામું આવી ગયું છે, તો હવે ધીરજ રાખો. દેશના લોકો અને સંપત્તિનું નુકસાન થવાનો અર્થ એ છે કે તમારી અને આપણી સંપત્તિનું નુકસાન થશે. હવે તમારે અને મારે સંયમ રાખવાની જરૂર છે.’


બાલેન શાહ કોણ છે?

બાલેન શાહ કોણ છે?

તેમણે વધુમાં કહ્યું કે હવે તમારી પેઢીએ દેશનું નેતૃત્વ કરવું પડશે. બાલેને યુવાનોને જાગૃત કર્યા અને કહ્યું કે તૈયાર રહો અને આર્મી ચીફ સાથે વાતચીત માટે પણ તૈયાર રહો, પરંતુ યાદ રાખો કે વાતચીત શરૂ થાય તે પહેલાં સંસદ ભંગ થવી જોઈએ.

બાલેન શાહે પોતાની કારકિર્દી સિવિલ એન્જિનિયર તરીકે શરૂ કરી હતી, પછી રેપર બન્યા અને અંતે રાજકારણમાં પ્રવેશ કર્યો. કાઠમંડુના મેયર બનીને તેમણે યુવાનોમાં લોકપ્રિયતા મેળવી અને પરંપરાગત પક્ષોથી મોહભંગ વચ્ચે હીરો બન્યા.


નેપાળમાં વિરોધ કેવી રીતે શરૂ થયો?

નેપાળમાં વિરોધ કેવી રીતે શરૂ થયો?

નેપાળમાં Gen-Z આંદોલનની શરૂઆત રાજકારણીઓના બાળકોની વૈભવી સુવિધાઓ અને સરકારના સોશિયલ મીડિયા પ્રતિબંધો સામે શરૂ થઈ. યુવાનોએ શાંતિપૂર્ણ વિરોધ શરૂ કર્યો પરંતુ સરકારના કડક પ્રતિભાવ દરમિયાન 23 લોકો માર્યા ગયા અને સેંકડો ઇજાગ્રસ્ત થયા.

એકલા કાઠમંડુમાં 18 પ્રદર્શંકારીઓ માર્યા ગયા. બાલેન શાહે યુવાનોનો વિશ્વાસ અને સમર્થન મેળવીને સમગ્ર આંદોલનનું નેતૃત્વ કર્યું. #GenZMovement જેવા હેશટેગ્સ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને લોકોમાં રાજકીય જાગૃતિની નવી લહેર દેખાઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top