બાંગલાદેશ અને નેપાળમાં સત્તા પરિવર્તનનું શું છે કનેક્શન? બંને દેશોમાં આ કારણે ભડકી હિંસા
ભારતના બે પડોશી દેશ, એક નેપાળ અને બીજો બાંગ્લાદેશ બંને દેશોમાં આંદોલનોને કારણે ટોચના નેતાઓએ રાજીનામું આપવું પડ્યું. જેના કારણે સત્તા પરિવર્તન થયું. 5 ઓગસ્ટ 2024ના રોજ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ તેમની સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શનો બાદ પદ પરથી રાજીનામું આપ્યું અને દેશ છોડી દીધો. હવે નેપાળમાં પણ આવી જ સ્થિતિ બની છે, કેપી શર્મા ઓલીએ દેશવ્યાપી વિરોધ વચ્ચે નેપાળના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું. અહેવાલો અનુસાર, તેઓ દેશ છોડીને ભાગી જવાની યોજના બનાવી રહ્યા છે.
નેપાળમાં જે પ્રકારની પરિસ્થિતિ વિકસી રહી છે તેને જોતા એવું લાગે છે કે બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ અહીં ખૂબ જ ટૂંક સમયમાં ઊભી થઈ શકે છે. જે રીતે શેખ હસીનાને દેશ છોડવો પડ્યો હતો, જો પરિસ્થિતિ ટૂંક સમયમાં નહીં સુધરે તો કેપી શર્મા ઓલી પણ દેશ છોડી શકે છે.
2024માં શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સરકાર સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન થયું હતું, જેમાં સરકાર પર નિરંકુશ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો અને લોકો શેખ હસીનાને હટાવવાની માગણી કરતા રસ્તા પર ઉતરી આવ્યા. 50 વર્ષ અગાઉ ક્રાંતિનું નેતૃત્વ કરનાર પક્ષને બીજી ક્રાંતિ દ્વારા સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યો હતો.
અત્યારે નેપાળમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીએ રાજાશાહી સામે બળવો કર્યો હતો અને મે 2008માં તેને ઔપચારિક રીતે સમાપ્ત કરી દેવામાં આવી. આ પક્ષ પદભ્રષ્ટ વડાપ્રધાન કેપી શર્મા ઓલીનો છે. નેપાળી સમાજનો એક વર્ગ રાજાશાહી પાછી ઇચ્છે છે તે જ ઓલીને એક સામૂહિક બળવા દ્વારા રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે.
બાંગ્લાદેશમાં, ‘સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશન’ નામના સંગઠને શેખ હસીના સરકાર સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. આ જૂથે રાજ્યના દામનાત્મક કાર્યવાહીનો સામનો કર્યો અને જાનહાનિ છતા શાસન પરિવર્તનની તેમની માગણીને આગળ વધાઈર અને આખરે તેઓ સફળ થયા.
નેપાળ વિરોધ પ્રદર્શન પાછળના જે લોકો પોતાને GEN-Z કહે છે, શરૂઆતમાં હિમાલયના દેશમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે રસ્તાઓ પર ઉતર્યા હતા. આંદોલન બાદમાં વર્તમાન સરકાર સામે વ્યાપક આંદોલનમાં ફેરવાઈ ગયું કારણ કે પ્રદર્શંકારીઓએ તેને બદલવાની માગ કરી હતી. આ કિસ્સામાં પણ નાગરિકોના મૃત્યુએ વિરોધ પ્રદર્શનોને શાંત કર્યા નહીં પરંતુ તેમને ઉશ્કેર્યા.
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર દ્વારા કરવામાં આવેલા કડક કાર્યવાહીમાં 1,500 થી વધુ પ્રદર્શનકારી માર્યા ગયા. પરંતુ આ મોતથી આંદોલન ન અટક્યું. તેના બદલે તે દેશભરમાં ફેલાઈ ગયું અને ભીડ વધતી ગઈ. આખરે, શેખ હસીનાને ઢાકા છોડીને ભાગવું પડ્યું કારણ કે પ્રદર્શનકારીઓ તેમના નિવાસસ્થાને ધસી ગયા.
નેપાળે પણ વિરોધ પ્રદર્શનનો બળપ્રયોગથી જવાબ આપ્યો. સેના અને રમખાણ પોલીસે કાઠમંડુમાં શરૂ થયેલા પહેલા વિરોધ પ્રદર્શનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ બળપ્રયોગે એક મોટા આંદોલનને જન્મ આપી દીધો અને આ આંદોલન અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ ગયું. કેપી શર્મા ઓલી સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીમાં 22 લોકો માર્યા ગયા. શરૂઆતમાં, વડાપ્રધાને રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં તેમની પાસે પદ છોડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp