રશિયા-યુક્રેનના વચ્ચે યુદ્ધ વિરામની બધી શક્યતાઓનો અંત! રશિયાએ કર્યું એવું કામ કે ઝેલેન્સકીએ ..

રશિયા-યુક્રેનના વચ્ચે યુદ્ધ વિરામની બધી શક્યતાઓનો અંત! રશિયાએ કર્યું એવું કામ કે ઝેલેન્સકીએ ....,જાણો વિગતો

08/21/2025 World

SidhiKhabar

SidhiKhabar

રશિયા-યુક્રેનના વચ્ચે યુદ્ધ વિરામની બધી શક્યતાઓનો અંત! રશિયાએ કર્યું એવું કામ કે ઝેલેન્સકીએ  ..

ટૂંકસમયમાં જ યોજાનારી ટ્રમ્પ,ઝેલેન્સકી અને પુતિનની ત્રિપક્ષીય બેઠકને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી. લોકોને આશા બંધાઈ હતી કે, હવે રશિયા-યુક્રેનના યુદ્ધનો અંત આવશે. પરંતુ તે બધી આશાઓ પર પાણી ફેરવતા રશિયાએ યુક્રેન પર વર્ષનો સૌથી મોટો હવાઈ હુમલો કરી દીધો છે. રશિયન સેનાએ યુક્રેનના પશ્ચિમી ક્ષેત્રમાં 570થી વધુ ડ્રોન અને 40 મિસાઇલો ઝિંકી ભયાનક તબાહી મચાવી છે. તેને જોતા યુદ્ધ વિરામની બધી શક્યતાઓનો અંત આવ્યો છે.


એક નાગરિકનું મોત, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત

એક નાગરિકનું મોત, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત

યુક્રેનિયન વાયુસેનાએ આ હુમલા અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, 20 ઓગસ્ટની સાંજથી રશિયા દ્વારા  ડ્રોનના જૂથો અનેક દિશાઓથી છોડવામાં આવ્યા હતાં. ઉપરાંત સવારે લગભગ 3 વાગ્યે, ઘણા રશિયન મિગ-31K વિમાનોએ ઉડાન ભરી, ત્યારબાદ રિવને પ્રદેશ તરફ કિન્ઝાલ મિસાઇલો છોડવામાં આવી. મોનિટરિંગ ચેનલોએ કાળા સમુદ્રમાંથી કાલિબ્ર ક્રુઝ મિસાઇલ છોડવાની પણ જાણ કરી હતી.

આ વખતે, રશિયાના મુખ્ય લક્ષ્યો પશ્ચિમી પ્રદેશો હતા. રિવને, લ્વિવ, લુત્સ્ક (વોલિન પ્રદેશ) અને મુકાચેવો (ઝાકરપટ્ટિયા પ્રદેશ) માં વિસ્ફોટોની જાણ કરવામાં આવી હતી. યુક્રેન એરફોર્સના અધિકારીઓનું કહેવું છે કે, રશિયાના હુમલામાં એક નાગરિકનું મોત થયું છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.


અમેરિકન ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર કંપની પર હુમલો

અમેરિકન ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર કંપની પર હુમલો

હુમલા બાદ ઝેલેન્સ્કીએ પુતિન પર નિશાન સાધતા કહ્યું કે, તાજેતરના હુમલાથી એવા સંકેત મળી રહ્યા છે કે, રશિયા કોઈપણ રીતે યુદ્ધવિરામ ઈચ્છતું નથી. યુક્રેનના વિદેશ મંત્રી એન્ટ્રી સાઈબિહાએ એ પણ દાવો કર્યો કે, ‘રશિયન સેનાએ પશ્ચિમ યુક્રેનના એક મુખ્ય અમેરિકન ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર કંપની પર હુમલો કર્યો છે.’

ચોંકાવનારી વાત એ છે કે, રશિયાએ યુક્રેનના જે વિસ્તારમાં હુમલો કર્યો છે, તે યુદ્ધ ક્ષેત્રથી ઘણું દૂર આવેલું છે. રિપોર્ટ મુજબ, પશ્ચિમ દેશો યુક્રેનને આપેલા સૈન્ય હથિયારો તે જ વિસ્તારમાં પહોંચાડે છે. કદાચ આ જ કારણે રશિયાએ પશ્ચિમ યુક્રેનને ટાર્ગેટ કર્યું હોઈ શકે છે. અધિકારીઓએ કહ્યું કે, હુમલામાં ઉપયોગ કરાયેલ ડ્રોનની ગણતરી કરવામાં આવી છે, તે મુજબ યુક્રેન પર આ વર્ષનો સૌથી મોટો હુમલો કરાયો છે. ડ્રોન અને મિસાઈલોની ગણતરી મુજબ આ આઠમો સૌથી મોટો હુમલો હતો.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top