મધ્યપ્રદેશની આ મહિલાની વિચિત્ર સમસ્યા! દરરોજ 60 થી 70 રોટલી ખાવા છતાં અનુભવે છે નબળાઈ!? જાણો વિ

મધ્યપ્રદેશની આ મહિલાની વિચિત્ર સમસ્યા! દરરોજ 60 થી 70 રોટલી ખાવા છતાં અનુભવે છે નબળાઈ!? જાણો વિગતવાર

09/12/2025 National

SidhiKhabar

SidhiKhabar

મધ્યપ્રદેશની આ મહિલાની વિચિત્ર સમસ્યા! દરરોજ 60 થી 70 રોટલી ખાવા છતાં અનુભવે છે નબળાઈ!? જાણો વિ

મધ્યપ્રદેશના રાજગઢમાંથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ગરીબ પરિવારની એક મહિલા ખાવાની વિકૃતિથી પીડાઈ રહી હોવાનું સામે આવ્યું છે. આ મહિલા સવારથી સાંજ સુધીમાં લગભગ 60 થી 70 જેટલી રોટલીઓ ખાય જાય છે. અને તેમ છતાં તે નબળાઈ અનુભવે છે. આ મહિલાના માતા-પિતા અને સાસરિયા દ્વારા ઘણી સારવાર કરવાના પ્રયાસો કરાયા પરંતુ મહિલાની આ ખાવાની વૃતિમાં કોઈ ફેરફાર નથી નોંધાઈ રહ્યો.


પરિવારની આર્થિક સ્થિતિ વધુ ખરાબ

મહિલાની આ બીમારીએ તેના સાસરિયા અને માતાપિતાને પણ મુશ્કેલીમાં મુકી દીધા છે. તેના સાસરિયાઓએ રાજસ્થાનના કોટા, ઝાલાવાડ, ઇન્દોર, ભોપાલ, રાજગઢ અને બ્યાવરમાં તેની સારવાર કરાવી, પરંતુ કોઈ રાહત મળી રહી નહીં. મહિલા હજુ પણ દરરોજ 60 થી 70 રોટલી ખાઈ રહી છે. સારવારને કારણે પરિવારની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ઉપરાંત અત્યાર સુધી કોઈ સરકારી મદદ પણ મળી નથી. અને હવે પરિવાર પાસે વધુ સારવાર માટે પૈસા પણ બચ્યા નથી.


એક માનસિક વિકાર

એક માનસિક વિકાર

વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના રાજગઢના સુથાલિયા શહેર નજીક નેવાજ ગામની રહેવાસી આ મહિલાનું નામ મંજુ સૌંધિયા (28) છે. તેના બે બાળકો છે. મંજુ છેલ્લા ત્રણ વર્ષથી આ વિચિત્ર બીમારીથી પીડાઈ રહી છે. આ બીમારીએ તેનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. આ મહિલા ફક્ત રોટલી ખાય છે અને પાણી પીવે છે.

મંજુએ છ મહિના પહેલા એક મહિલા ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. મંજુની સારવાર કરનાર મહિલા ડૉક્ટરે જણાવ્યું હતું કે, આ એક માનસિક વિકાર છે જેમાં મંજુને વારંવાર ભૂખ લાગે છે, તેથી જ તે તેના મનને શાંત કરવા માટે રોટલી ખાધા રાખે છે અને પાણી પીવે છે. પણ તેના મનને ખાધાનો સંતોષ મળતો નથી.  મહિલા ડોક્ટરની સલાહ પર, મંજુએ ભોપાલના મનોચિકિત્સકની પણ સલાહ લીધી હતી. ત્યારે તે મનોચિકિત્સક એ મંજુને જણાવ્યું કે, આ કોઈ માનસિક બીમારી નથી.


મદદની આશા

મંજુના ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મંજુને થોડા સમય પહેલા ટાઇફોઇડ થયો હતો, જેમાંથી તે સ્વસ્થ થઈ ગઈ હતી, પરંતુ તે છેલ્લા ત્રણ વર્ષથી રોટલી ખાવાની આ વિચિત્ર બીમારીથી પીડાઈ રહી છે. ક્યારેક તે 20 થી 30 અને ક્યારેક 60 થી 70 જેટલી રોટલી ખાય જાય છે. મંજુની સારવાર કરનાર મહિલા ડોક્ટરે પરિવારને સલાહ આપી છે કે, તે રોટલી ખાવાની આદત છોડે તે માટે તેને ફળો, ખીચડી અને અન્ય ખાદ્ય પદાર્થો આપવામાં આવે. પરિવાર હવે મદદની આશામાં રાહ જોઈ રહ્યો છે. કેમકે પરિવાર પાસે મંજુની સારવાર માટે પૈસા નથી. ઉપરાંત પરિવાર મહિલાની આ ખાવાની જરૂરિયાતને પહોંચી વળવા પણ સક્ષમ નથી. તેઓ ખૂબ મુશ્કેલીઓનો સામનો કારી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top